આયોજન:ગોહિલવાડ ગ્લેડિયેટર્સ ટીમના સુકાની તરીકે જયદેવ ઉનડકટ

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ 2જી જૂનથી રમાશે
  • ગોહિલવાડના ટીમ ઓનર્સ ડી.જી.નાકરાણી

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા બે વર્ષના અંતર બાદ સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગની દ્વિતિય સીઝનનો 2 જૂનથી આરંભ થશે. ટી-20 ટુર્નામેન્ટમાં પાંચ ટીમો એક બીજા સામે લીગ ધોરણે મેચો રમશે અને બાદમાં સેમિફાઇનલ અને ફાઇનલ મેચ રમાશે. ગોહિલવાડ ગ્લેડિયેટર્સ ટીમના ઓનર્સ ડી.જી.નાકરાણી દ્વારા ટીમના સુકાની તરીકે ઇન્ટરનેશનલ ક્રિકેટર જયદેવ ઉનડકટની વરણી કરવામાં આવી છે.

ટીમમાં હિમાલય બારડ, પ્રેરક માંકડ, વિશ્વરાજ જાડેજા, યુવરાજ ચૂડાસમા, ફેનિલ સોની, હરમેશ સોમૈયા, કુલદીપ રાવલ, રક્ષિત મહેતા, શૌર્ય સાણંદીયા, જ્યોત છાયા, નિહાર વાઘેલા, આદિત્ય રાઠોડ, હાર્દિક રાઠોડ, સત્યજીતસિંહ જાડેજા, શિવપાલ રાણા, અજય ગોપાલ વાઘેલાનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ટીમના કોચ તરીકે હિતેશ ગોસ્વામી ફરજ બજાવશે. ઝાલાવાડ રોયલ્સના સુકાની તરીકે શેલ્ડન જેકસન, કોચ નિરજ ઓડેદરા, સોરઠ લાયન્સના સુકાની તરીકે ચિરાગ જાની, કોચ રાકેશ ધ્રુવ, કચ્ય વોરિયર્સના સુકાની તરીકે અગ્નીવેશ અયાચી, કોચ વિરેન્દ્ર વેગડા, હાલાર હીરોઝના સુકાની તરીકે અર્પિત વસાવડા, કોચ અમિત શુકલને જવાબદારી સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...