તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને ગુજરાતી સાહિત્યના પ્રખર અનુવાદક, આસ્વાદક જીવનમાં તમામ ક્ષત્રોમાં ભરપૂર રસ ધરાવનારા વિદ્યાપ્રેમી સંસ્કાર પુરુષ જયંતભાઇ મેઘાણીનું આજે શુક્રવારે સવારે 10 કલાકે 82 વર્ષની વયે નિધન થયું. પુસ્તકોની દુનિયાના અઠંગ ચાહક, પુસ્તકપ્રસાર, અનુવાદ અને ગોષ્ઠીઓ દ્વારા ગુજરાતના સંસ્કાર જગતનું સૂક્ષ્મ ઘડતર કરનારા આવા એક નિજાનંદી અને ઓછાબોલા વ્યક્તિત્વના જવાથી ભાવનગરના સાહિત્ય અને સંસ્કાર જગતને મોટી ખોટ પડી છે.
જયંતભાઇ મેઘાણીએ ગાંધીસ્મૃતિ ગ્રંથાલયમાં, પછી 'લોકમિલાપ'માં અને બાદમાં 'પ્રસાર'ના માધ્યમથી પુસ્તકો અને જ્ઞાનની નાની સરખી દુનિયામાં પોતાનું આયુષ્ય સમર્પિત કર્યું હતુ. આતાભાઇ રોડ પરની પોતાની પ્રસારની પુસ્તકોની નાનકડી દુનિયા અનેક જ્ઞાનપિપાસુઓની પ્રિય મુલાકાત, જગ્યા હતી. ત્યાં યોજાયેલા ગ્રંથ પરિચયના અનેક કાર્યક્રમો ભાવનગરની એક પેઢીના સ્મરણમાં આજે પણ અકબંધ છે. એક અનુવાદક તરીકે તેઓએ રવીન્દ્રનાથ ટાગોરની સાહિત્યસૃષ્ટિ ગુજરાતી ભાષમાં અધિકૃત રીતે અવતારવાનું કાર્ય કર્યુ. 'રવીન્દ્ર સાનિધ્યે', 'તણખલાં', 'અનુકૃતિ' અને 'સપ્તપર્ણી' એમ ચાર પુસ્તકો ગુજરાતી ભાષાને એમનું યાદગાર પ્રદાન છે. 'વિચારોની વસંત'ના નામે એમણે મહાપુરૂષોની સુક્તિઓ ગુજરાતીમાં આપી. ઝવેરચંદ મેઘાણીનું સાહિત્ય ઉત્કૃષ્ટ રીતે સંપાદિત કરી, મુદ્રિત કરી એમણે યાદગાર સેવા કરી છે.
દેશ-વિદેશના ભ્રમણો, પાકશાસ્ત્ર, સંગીત, ચિત્રકલા, તસવીરકલા જેવી જ્ઞાનની તમામ ક્ષિતિજો સુધી પહોંચવા અને સાથીદારોને વહેંચવા ઉત્સુક જયંત મેઘાણીની પરિપક્વ રસિક ચેતના ભાવનગર અને ગુજરાતનું એક મહામૂલું ઘરેણું હતી. એમને ભાવાંજલિ.
પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.