જળજીલણી એકાદશી:ભાવનગરમાં સ્વામિનારાયણ મંદિર ખાતે જળજીલણી એકાદશીની ભવ્ય ઉજવણી કરાઈ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રીહરિને જળાશયમાં નૌકા આરૂઢ કરી નૌકાવિહાર કરાવવામાં આવ્યાં
  • સુંદર વાઘાના શણગાર સાથે દેવ પંચાયતનો શ્રી હરિને શણગાર કરાયો

ભાવનગર શહેરના લોખંડબજાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે દરવર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવા સુદ એકાદશીની તિથિ "જળજીલણી એકાદશી" તરીકે ઉજવવામાં આવી હતી.

મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયાજે અંતર્ગત આજે શુક્રવારે મંદિર સ્થિત સંતો તથા હરિભક્તોની બહોળી ઉપસ્થિતી વચ્ચે શ્રીહરિને નિજમંદિરમાં જ બનાવવામાં આવેલા સંક્ષિપ્ત જળાશયમાં નૌકા આરૂઢ કરી નૌકાવિહાર કરાવવામાં આવ્યાં હતા. તેમજ જળની ઝારી લઈ શ્રીહરિને અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સુંદર વાઘાના શણગાર સાથે દેવ પંચાયતનો શણગાર કરવામાં આવ્યો હતો અને નૈવેદ્ય-ભોગ સાથે મહાઆરતી અને હરિભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા અને ઉત્સવનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...