રાજ્યના કંડલાબંદરે છેલ્લા છ માસમાં ચોક્કસ આંકડો જાહેર ન કરી શકાય એ રકમનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. એજ રીતે દેશી-ઈંગ્લીશ શરાબનુ પણ ગેટવે ગુજરાત બની રહ્યું છે રાજ્યમાં કન્ટેનર ભરી ભરીને દારૂ ઠાલવવામાં આવે છે અને આ શરાબનો કાળો કારોબાર ભાજપના ભ્રષ્ટ નેતાઓ તથા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જ ચલાવતા હોવાનો કૉંગ્રેસે આક્ષેપ કર્યો હતો.
લઠ્ઠાકાંડની ઘટના પોલીસ તંત્રની બેદરકારીને કારણે જ ઘટી છે
ગૃહમંત્રી ઈચ્છે તો હું આ કાળા કારોબાર મુદ્દે સબૂત સાથે રૂબરૂ કરાવી અપાવવા તૈયાર છું રાજ્ય સરકારની નિષ્ફળતા ને પગલે દારૂની બદ્દીઓ ફૂલીફાલી રહી છે અને આ લઠ્ઠાકાંડ ની ઘટના પોલીસ તંત્ર ની બેદરકારી ને કારણે જ ઘટી છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ભાવનગર સરટી હોસ્પિટલ માં લઠ્ઠાકાંડ નો ભોગ બનેલ અસરગ્રસ્તોની મુલાકાત દરમ્યાન કહી છે.
ભાવનગર યુથ કોંગ્રેસ દ્વારા પૂતળા દહનઞ
બોટાદમાં થયેલ લઠ્ઠાકાંડ ના વિરોધમાં ભાવનગર શહેર યુથ કોંગ્રેસ દ્વારા ભાજપ કાર્યાલય પાસે રાજ્યના ગૃહમંત્રઈના પૂતળા દહનનો કાર્યક્રમ યોજ્યો હતો શહેરની પોલીસ સર.ટી હોસ્પિટલમાં બંદોબસ્તમા વ્યસ્ત હતી એ દરમ્યાન આ તકનો લાભ લઈને યુથ કોંગ્રેસના કાર્યકરો એકઠાં થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે કાર્યક્રમ યોજ્યો હતો. પરંતુ આ કાર્યક્રમની ગંધ પોલીસને આવી જતાં તત્કાળ પોલીસ કાફલો સ્થળપર દોડી આવ્યો હતો પરંતુ ત્યાં સુધીમાં કાર્યકરોએ પૂતળાને કાંડી ચાંપી દેતાં પોલીસે પૂતળું આંચકી આગ ઓલવી કાર્યકરોની અટકાયત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.