આજે અપાશે આખરી ઓપ:શહેરમાં જગન્નાથજીની રથયાત્રા ફ્લોટ વગરની હશે

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રથયાત્રાનો રૂટ યથાવત, કોરોનાના સંક્રમણને ધ્યાને રાખીને સમગ્ર રૂટમાં ક્યાંય પણ પ્રસાદ વિતરણ થશે નહીં
  • ભગવાનના રથ સાથે 5 વાહનો તેમજ મર્યાદિત સંખ્યામાં સંતો-મહંતો અને કમિટિના સભ્યો જોડાશે, રથને રૂટમાં ક્યાંય ઉભો રખાશે નહી

અમદાવાદમાં રથયાત્રા યોજવાની સરકારે મંજૂરી આપી છે. આ અંગે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે. ત્યારે રાજ્યમાં બીજા ક્રમાંકની ભાવનગરની ભગવાન જગન્નાથજીની રથયાત્રાના આયોજન માટે આવતીસ કાલ તા.9 જુલાઇને શુક્રવારે સાંજે 5 કલાક કલેકટર અને અન્ય ઉચ્ચ અધીકારીઓ સાથે રથયાત્રાના બેઠક છે જેમાં તમામ આયોજનને આખરી ઓપ અપાશે. આજે ભગવાન જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિના અધ્યક્ષ હરૂભાઇ ગોંડલીયાએ એક વાતચીતમાં જણાવ્યું હતુ કે રથયાત્રા તેના 18 કિલોમીટરના નિયત રૂટ પર ફરશે. પરંતુ કોરોનાના સંક્રમણને ધ્યાને લઇને આ યાત્રામાં રથ સાથે માત્ર 5 વાહનો અને અત્યંત મર્યાદિત સંખ્યામાં સંતો-મહંતો અને સમિતિના સભ્યો જોડાશે.

તા.12 જુલાઇના રોજ ભાવનગરમાં 36મી રથયાત્રા નિકળવાની છે પરંતુ આ વર્ષે કોરોનાના સંક્રમણને કારણે ભાવનગરમાં પણ રથયાત્રા સાથે દર વર્ષની 100 જેટલા ફ્લોટ, હાથી-ઘોડા, ભજન મંડળીઓ,અખાડીયનો વિગેરે જોડાશે નહી. રથયાત્રામાં પ્રસાદ વિતરણ પણ થશે નહી. રથ તેના રૂટ પર ક્યાંય ઉભો રહેવાનો નથી. જેથી ક્યાંય ભીડ એકત્ર ન થાય. ભોઇ સમાજના લોકો પરંપરા મુજબ રથને ખેંચશે પણ તેની સંખ્યા અત્યંત મર્યાદિત રહેશે.

હરૂભાઇએ વધુમાં જણાવ્યું હતુ કે અષાઢી બીજના પર્વે સવારે 8 કલાકે મહારાજા વિજરાજસિંહજી ગોહિલના હસ્તે વિધિવત રીતે પૂજન-અર્ચન કરવામાં આવશે. તમામ વિધિ ભગવાનેશ્વર મહાદેવ મંદિર ખાતે કરવામાં આવશે. ત્યાર બાદ રથનું પ્રસ્થાન થશે. તેમાં રથની સાથે માત્ર 5 વાહનો જોડાશે અને ભગવાન તેમના બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામજીની સાથે તેના નિયત રૂટ પર નગરચર્યા કરશે. જો કે આ અંગે આવતી કાલ શુક્રવારે તમામ આયોજનને આખરી ઓપ અપાશે. ગત વર્ષે કોરોનાની લહેર તેની ટોચે હોય ભગવાનના રથને માત્ર મંદિરના સંકુલમાં ફેરવાયો હતો.

કોઇને રથ પર આવવા દેવાશે નહી
ભગવાન જગન્નાથજીની રથયાત્રા તેના 18 કિલોમીટરના રૂટ પર ફરવાની છે પણ ભગવાનના રથ પર દર્શન માટે જે ભીડ થતી તે આ વર્ષે જોવા મળશે નહી કારણ કે રથ ઉપર કોઇને આવવા દેવામાં આવશે નહી. સાથે રથને ક્યાંય રોકાશે પણ નહી.

અન્ય સમાચારો પણ છે...