ધરપકડ:મહુવાના ભાદરા ગામે ખુટીયા પર એસીડ ફેકનાર શખ્સ જબ્બે

ભાવનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીએ ગૌવંશ ખુટીયાઓ ભેસોની નીરણ ખાઇ જતા હોવાનો આક્ષેપ કર્યો

ભાવનગર એલ.સી.બી. સ્ટાફ તથા મહુવા પોલીસ સ્ટેશન સ્ટાફ મહુવા પો.સ્ટે. વિસ્તારમાં અનડીટેકટ ગુનાના આરોપી બાબતે હકીકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ભાદરા ગામે ઉત્તમ ડિહાઇડ્રેશનમાં ચોકીદાર તરીકે નોકરી કરતા નાસીરભાઇ હબીબભાઇ કાળવાતરને ખુટીયા પર એસીડ ફેકવાના ગુનામાં પકડ્યો હતો.

ભેસોની નીરણ ખાઇ જતા અને ભેસોને હેરાન કરતા

એલ.સી.બી. સ્ટાફ તથા મહુવા પોલીસ સ્ટેશન સ્ટાફ હકીકત આધારે તુર્તજ ઉપરોક્ત બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા ત્યાં એક ઇસમ હાજર મળી આવેલો જેનુ નામઠામ પુછતા નાસીરભાઇ હબીબભાઇ કાળવાતર ઉ.વ.32 ધંધો ચોકીદાર હોવાનું જણાવેલુ હતુ. અને મજકુર ઇસમને યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા મજકુર ઇસમે જણાવેલુ કે, ‘‘હું ઉત્તમ ડિહાઇડ્રેશનમાં ચોકીદાર તરીકે નોકરી કરુ છુ અને મારા શેઠની ભેસોની દેખરેખનું કામ કરુ છુ. અને મારા શેઠની ભેસોને નિરણ નાખુ ત્યારે ગૌવંશ ખુટીયાઓ ત્યાં આવીને ભેસોની નીરણ ખાઇ જતા અને ભેસોને હેરાન કરતા હતા.

એસિડ ડબલામાં ભરીને ગૌવંશ ખુટીયાઓ નાખેલુ

જેથી આશરે બારેક દિવસ પહેલા બપોરના સમયે ગૌવંશ ખુટીયાઓ મારા શેઠની ભેસો પાસે આવેલા અને ભેસોને હેરાન કરતા હતા. ત્યારે મે ગૌવંશ ખુટીયાઓ ઉપર મારી પાસે રહેલ એસિડ ડબલામાં ભરીને ગૌવંશ ખુટીયાઓ નાખેલુ હોવાની કબુલાત કરતા, મજકુર ઇસમને મહુવા પો.સ્ટે.માં નોંધાયેલા ગુનામાં હસ્તગત કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...