તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:પડવા પાવર પ્લાન્ટમાંથી લોખંડ ચોરીના આરોપી જબ્બે

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોકીદારની મદદથી પ્લાન્ટમાંથી વેસ્ટેજ ચોરતા આકરી પુછપરછમાં અંતે ગુન્હો કબુલ્યો

ઘોઘાના પડવા પાવર પ્લાન્ટમાં લોખંડની ચોરી થયાં અંગેના ઘોઘા પોલીસ મથકમાં નોંધાયેલા ગુન્હા અંગે ભાવનગર લોકલક્રાઈમ બ્રાંચને બાતમી મળી કે, આલાપર ગામના મહાવીરદાન નવલભાઇનાઓ આ ગુન્હામાં સંડોવાયેલ હોય જેથી એલસીબી અને ઘોઘા પોલીસે કરેલી પુછપરછની પુછપરછના આધારે આરોપીઓએ હકીકત કબુલતા પડવા પાવર પ્લાન્ટમાં ફરજ બજાવતા સિકયુરીટી જીતેન્દ્ર્સિંહ ઉર્ફે શયલુભા ભોજુભા ગોહિલ, મનદીપસિંહ લાખુભા ગોહિલ, યશપાલસિંહ જયવંતસિંહ ગોહિલ, દિગ્વીજયસિંહ ઉર્ફે કાનભા ઉર્ફે ડેની કેસુભા ગોહિલ (તમામ રહે.પડવા), મહાવીરદાન નવલભાઇ બાટી (રહે. આલાપર), મેહુલભાઇ તુલસીભાઇ સરવૈયા, હિંમતભાઇ પોલાભાઇ બારૈયા, ભાવેશભાઇ ભુપતભાઇ બારૈયા, જગદીશભાઇ છનાભાઇ વેગડ, ગોરધનભાઇ હરજીભાઇ બાંભણીયા, અલ્પેશભાઇ રણછોડભાઇ બાંભણીયા, રાહુલ ભાઇ રમેશભાઇ બાંભણીયા, મીઠાભાઇ ઉર્ફે મુકેશભાઇ ચીથરભાઇ બાંભણીયા (તમામ રહે.ભડભડીયા), મુનાભાઇ ઉર્ફે મુનો બાલાભાઇ બારૈયા, મેહુલભાઇ રાજુભાઇ બારૈયા, કાળુભાઇ ઉર્ફે કાળુ બાલાભાઇ બારૈયા (તમામ રહે. હાથબ), રમેશભાઇ મંગાભાઇ ચૌહાણ (રહે.કુંભારવાડા, ભાવનગર)નાઓ પાસેથી વેસ્ટેજ લોખંડનો ભંગાર 430 કિ.ગ્રામ તથા એક ચોરીમાં વપરાયેલ એક સફેદ કલરનો લોડીંગ બોલેરો જેના રજી.નં-જી.જે.-04-એ.ટી.-7098 મળી કુલ રૂ. 3,12,900નો મુદામાલ જપ્ત કરી તમામ આરોપીની અટક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...