હુકમ:જુના મકાનમાં દારૂનો સંગ્રહ કરી વેચાણ કરતો શખ્સ જબ્બે, કુલ-170 બોટલ કિંમત રૂ. 83750 સાથે એકને કરાયો નજરકેદ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિદેશી દારૂનો જથ્થો ઉતારી બે શખ્સો ચાલ્યા ગયા હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે કરી રેઇડ

તળાજા પોલીસ મથક હેઠળના લાકડીયા ગામે કેટલાક માણસો વિદેશી દારૂનો સંગ્રહ કરી વેચાણ કરતા હોવાની ચોકકસ બાતમી આધારે પોલીસે રેઇડ કરતા એક શખ્સ મકાનમા હાજર મળી અાવેલ. મકાનની તલાશી લેતા તેમાં સંતાડેલ દારુની 170 બોટલ મળી આવતા પોલીસે મુદામાલ કબ્જે કરી શખ્સની અટકાયત કરી હતી.

બનાવ અંગેની મળતી વિગતો મુજબ લાકડીયા ગામે રહેતો પ્રહલાદસિંહ ઉર્ફે કાનો અગરૂભા ગોહિલ, કુમારપાળ ગોહિલ અને મોહન મારવાડી ( રહે. બન્ને વરતેજ ) વાળા મળીને પ્રહલાદના ઘરે વિદેશી દારૂનો સંગ્રહ કરી વેચાણ કરે છે. જે બાતમી આધારે પોલીસે પ્રહલાદના ઘરે લાકડીયા ગામે રેઇડ કરતા આરોપી તેના મકાનના ફળિયામા ખાટલા પર સુતો હતો. અને તેની આંખો એકદમ લાલ હતી. તેના મોઢામાંથી દારૂની વાશ આવતી હતી. તેને જગાડી વિદેશી દારૂ અંગે પુછતા તેણે જણાવેલ કે તેનુ જુનુ મકાન જે આગળ ઢાળમા આવેલ છે.

તે મકાનમાં કુમારપાળ ગોહિલ અને મોહન મારવાડી દારુનો જથ્થો ઉતારીને ગયા છે. જેથી તે જુના મકાનમાં પોલીસે તપાસ કરતા ઓરડાના ખુણામા દારુની પેટીઓ પડેલી મળી આવેલ. જેમા જુદી જુદી કંપનીની વિદેશી દારુની બોટલ નંગ-170 ની મળી આવતા પોલીસે આરોપી પ્રહલાદની અટક કરી નજરકેદ કર્યો હતો. જયારે દારૂ ઉતારી નાસી ગયેલ કુમારપાળ તથા મોહન સહીત ત્રણેય શખ્સો સામે પ્રોહીબીશન હેઠળનો ગુન્હો નોંધી પોલીસે કુલ રુ.83750 નો મુદામાલ કબ્જે લીધો હતો. અને આરોપી પ્રહલાદને પોલીસે નજર કેદ કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...