તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વોકલ ફોર લોકલ:વેપારીઓએ ઓનલાઈન વેબપેઈજ બનાવી વેપાર વૃદ્વિ કરવા કટિબદ્ધ થવાનો સમય આવ્યો

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્ર સમાચાર અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વોકલ ફોર લોકલની થીમ સાથે ટોક શો યોજાયો

ઓફલાઈન વેપારને વધારવા સૌ પ્રથમ ગ્રાહકોને વધુ સારી સેવા આપી દુકાન કે શો-રૂમ સુધી કાયમી આવે તેવી વર્તણુુંક કરવી જોઈએ. સમય સાથે તાલ મિલાવી વેપારી સાથે તંત્રએ સ્વચ્છતા, કોરોના કેર, પાર્કિંગ સહિતની સુિવધા પણ હવે આપવી પડશે

ગ્રાહકો ઓછા થાય તેની ખબર ન રહે
ગ્રાહકો ઘટે તેનો સંપર્ક કરવાથી અને પરિચય જાળવી રાખવાથી વેપાર વધે છે. તે વાચ સાચી છે. પરંતુ અમારે લેડિઝ સાથેનો વેપાર હોવાથી તે શક્ય બનતું નથી. પરિણામે ગ્રાહકો ઘટતા જાય છે. તેનો ખ્યાલ રહેતો નથી. પરિણામે વેપાર ઉપર અસર થાય છે. > ઉત્પલ શાહ, પીરછલ્લા સ્ટોર

સ્ટાફને સપોર્ટ કરવો જોઇએ
આપણી દુકાન કે સ્ટોરમાં જે સ્ટાફ સ્ટાફ હોય છે તેને સપોર્ટ કરવો જોઇએ. અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી વેપારને વધારવાનો મારો જ અનુભવ છે. જેનાથી સફળતા મળે છે. આઉટ ઓફ ઇન્ડિયાના ગ્રાહકો પણ બગીચામાં હરતા ફરતા મારી પાસેથી ખરીદી કરે છે. > ગૌરાંગ ઘોઘારી, બેલા એકસકલુઝિવ

​​​​​​​ગ્રાહકો પ્રત્યે સેવા વધારવાથી ફાયદો મળશે
સતત પરિવર્તનશીલતા જરૂરી છે. વેપારીઓની ભૂતકાળની પેઢીઓએ પણ સંઘર્ષ કર્યો હોય છે અને પરિવર્તન લાવ્યા હોય છે.આ રીતે અત્યારે પરિવર્તન લાવતા રહેવું પડશેે. ગ્રાહકો પ્રત્યે સેવા વધારવાથી પણ ફાયદો મળશે. તો ચોક્કસ લોકલ બિઝનેસનો ગ્રોથ આપણે વધારી શકીશું. > પ્રો.ડો.વેદાંત પંડયા, MBA ભવન ભાવનગર યુનિવર્સિટી

નવી પેઢીને વેપારમાં લાવો
આપણા સંતાનોને આપણે વધુ કંઇ સોંપતા નથી. તેમને જો વિશ્વાસમાં લેવામાં આવે તો ઘણું સારૂ કામ થઇ શકે તેમ છે. યુવાનો ટેકનોલોજીના જાણકાર છે અને તેઓ જ ઓનલાઇન બિઝનેસ સામે ટક્કર આપી શકે તેમ છે. તેમને માત્ર આપણી સાથે જોડવાના છે. > પ્રકાશભાઇ, વેપારી

છેક કાળીયાબીડમાંથી દાણાપીઠમાં આવે છે
આપણા પોતાનામાં આવડત હોય તો સફળતા મળે જ છે. મારે ત્યાં ચોખા, ઘઉં ખરીદવા લોકો છેક કાળિયાબીડમાંથી ગામમાં દાણાપીઠમાં આવે છે. કોરોનાની ભયંકર પરિસ્થિતીમાં પણ અમારો વેપાર ટકી રહ્યો છે. તેનું કારણ અમારો વ્યવહાર છે. વાણી, વર્તન, વ્યવહારની ખૂબ અસર થાય છે. > રોહિત શાહ, વીર ટ્રેડિંગ

​​​​​​​માઇન્ડ સેટ બદલાવાથી ચોક્કસ પરિણામ મળે
આપણે આપણું માઇન્ડ સેટ બદલાવવું પડશે.જો ઓનલાઇન માર્કેટ સામે ટક્કર આપવી હોય અને લોકલ બિઝનેસને આગળ વધારવો હોય તો કાંઇક નવીન વિચારવું જરૂરી છે. કોઈપણ જાતના વેપાર કે ધંધામાં ઇનોવેશનથી ઘણું હકારાત્મક પરિણામ મળતું હોય છે. ટેકનોલોજીની પણ જરૂરીયાત છે. > મિતેશ પટેલ, એમ લેબ

​​​​​​​ગામ સુધીનો વેપાર વધે તે માટે તંત્રની પણ જવાબદારી
લોકો ગામની મુખ્ય બજારમાં આવતા થાય તે માટે તંત્રની જવાબદારી પણ મોટી છે. સ્વચ્છતા, પાર્કિંગ, ઓછી ભીડ જેવું વાતાવરણ નિમિત થાય તો ગામમાં લોકો આવે બાકી તો હવે બધા ત્રસ્ત થઇને ઓનલાઇન ખરીદીમાં જ માને છે. આ માન્યતા બદલાય તો જ સ્થાનિક વેપાર વધશે. > કલ્પેશ શાહ , જવેલરી વેપારી

ઓનલાઇન ભાવનગરનો મંચ બનાવો
જે રીતે ઓનલાઇન માર્કેટ છે. તે ભાવનગરના બધા વેપારીઓ ઓનલાઇન મંચ બનાવીને વેપારને આગળ વધારી શકાય છે. તેમાં દરેક વ્યકિતનો વેબપેજમાં સમાવેશ કરી શકાય છે. ગ્રાહકોને ઘરે બેઠા ઓનલાઇન ખરીદી પણ મળશે અને સ્થાનિક વેપારીને લાભ મળશે. સાથે બહારગામના ગ્રાહકો પણ ભાવનગરને મળશે.> કિરીટભાઇ સોની, પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ

​​​​​​​નવા પ્રવાહ સાથે કદમ મેળવવા જરૂરી
જે રીતે દરેક ક્ષેત્રમાં નવા પ્રવાહ સાથે કદમ મેળવવા જરૂરી હોય છે. તેમ વ્યાપારક્ષેત્રે પણ જરૂરીયાત પ્રવર્તે છે. અત્યારના સમયમાં તો ખાસ જરૂરી છે.હાલનો જમાનો સ્પર્ધાનો છે. તેમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે તાલ મેળવતા રહેવું ફરજીયાત છે. તો જ ટકી શકાશે. > ડો.ધિરેન વૈષ્ણવ, પૂર્વ રજીસ્ટાર ભાવનગર યુનિ

​​​​​​​મોઢે મોઢનો પ્રચાર થતો હોય છે
આપણી ખ્યાતિનો પ્રચાર મોઢે મોઢ થતો હોય છે. ગ્રાહકોને પુરતો સંતોષ આપીએ અને નિયમીત સેવા આપીએ તો આપણું કામ જ એવું બોલતું હોય તો ઓનલાઇન વેપાર સામે પણ આપણો સારી રીતે ટકી શકીએ છીએ. એક વેપારમાંથી બીજા તકો વિશે પણ વિચારવું જોઇએ. લોકોમાં એકવાર છાય પડી જશે પછી વ્યપારમાં કોઇ ચિંતા નહીં રહે. > હિતેશ રાજયગુરૂ, ઇન્કમટેક્ષ કન્સલટન્ટ

​​​​​​​એક ગ્રાહક બીજા પાંચને લાવી શકે
ગ્રાહક સાથે સારી રીતે કામ પાર પાડશો તો બીજા પાંચને લાવશે મારા વેપારમાં મને તેનો જાત અનુભવ છે. આ રીતે ભાવનગરનો લોકલ બિઝનેસ આગળ વધારી શકાય છે. ગ્રાહકને ભગવાન સમજી વેપાર કરવાથી ઓનલાઇન વેપાર સામે પણ ટકી શકાશે. > મહેશ અડવાણી, ઇલેકટ્રીક વેપારી

અન્ય સમાચારો પણ છે...