કાર્યવાહી:GST રિટર્નમાં રોકડ ચલણના 5 ગણાથી વધુ ITC ગેરમાન્ય

ભાવનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કાૈભાંડી ફાયદો ઉઠવતા હતા : સ્ક્રૂટિનીમાં કાર્યવાહી
  • GSTR-3B અને ઇ-વે બિલનો તફાવત રડાર તળે

જીએસટીમાં વેરાશાખ સંબંધિત ગેરરીતિઓ અટકાવવા માટે અનેક નિયમો કડક બનવવામાં આવી રહ્યા છે. જીએસટી રીટર્નમાં રોકડ ચલણના 5 ગણાથી વધુની જો વેરાશાખ લેવામાં આવી હશે તો તેવા કરદાતાઓને સ્ક્રુટિનિનો સામનો કરવો પડશે.

કોઇ કરદાતાને 10 લાખનો જીએસટી ભરવાનો થતો હોય અને તેઓ તમામ કર વેરાશાખમાંથી ભરવાની કોશીશ કરી રહ્યા હતા તેઓની કારી હવે ફાવશે નહીં. રોકડ ચલણના 5 ગણાથી વધુની વેરાશાખનો ઉપયોગ થઇ શકશે નહીં.

ઉપરાંત જે પેઢીઓનું ટર્નઓવર 1 કરોડથી વધુનુ હોય અને તેઓ રિટર્ન ફાઇલમાં શૂન્ય બતાવતા હોય તો આવા કરદાતાના ભાગે પણ મુશ્કેલીઅો આવી શકે છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 60ટકા ટર્નઓવર વધ્યુ હોય તેના પણ યોગ્ય ખુલાસા કરવા પડશે. જીએસટીઆર-1 અને 3-બી મીસમેચ થશે કે, જીએસટીઆર-3બી અને ઇ-વે બિલ વચ્ચે તફાવત હશે તેને પણ સ્ક્રુટિનિની નોટિસો પાઠવાશે.

GSTR-3બી અને GSTR-2એ રિટર્નમાં જો તફાવત હશે તો સ્ક્રૂટિનિની નોટિસ પાઠવવામાં આવી શકે છે. જીએસટીઆર-9 અને જીએસટીઆર-8ડીમાં તફાવત હશે તો પણ કોમ્પ્યુટરની મદદથી અધિકારીઓ આવી ખામી શોધી કાઢશે. ડ્યુ ડેટ પૂર્ણ થઇ ગયા બાદ વેરાશાખ ક્લેમ કરવામાં આવે તેવા કિસ્સા પણ જીએસટી તંત્રના રડાર તળે છે.

અન્ય સમાચારો પણ છે...