તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ઘોઘા થી હજીરા સુધી માત્ર અઢી કલાકમાં પહોંચાશે

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રો-પેક્સ માટે સ્પીડવાળુ વેસલ ખરીદવામા આવ્યું
  • કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ ચેમ્બર આયોજીત વેબીનારમાં આપેલી માહિતી
  • મુંબઇ અને દહાણુ રોડને જોડતી રો-પેક્સ શરૂ થશે: આલ્કોકને પુન: ચાલુ કરાશે

ભાવનગરના ઘોઘા થી સુરતના હજીરા ખાતે માત્ર અઢી કલાકમાં પહોંચી જવાય તે પ્રકારનું સ્પીડ વાળુ વેસલ કાર્યરત થશે. જેની પેસેન્જરની કેપેસીટી પણ 600 જેટલી હશે. વેસલના કોન્ટ્રાકટર ચેતનભાઇ દ્વારા નવા વેસલ અંગેની માહિતી આપવામાં આવી છે. તેમ કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ આજે શહેરના અગ્રણીઓ સાથેની વચ્યુઅલ મિટીંગમાં જણાવ્યું હતું

ચેમ્બર ઓફ કોમર્સ આયોજીત આ વેબીનારમાં ભાવનગર અંગેની વિશેષ જાહેરાતો કરતા કેન્દ્રીય મંત્રી માંડવીયાએ જણાવ્યું હતું કે આલ્કોક એશ ડાઉનને કેન્દ્ર સરકાર હસ્તકનું કોચી શીપ યાર્ડ હાયર કરે તે માટેની કાર્યવાહી ચાલી રહી છે. ભાવનગરની જળ પરિવહન સેવા ઘોઘાથી હજીરા ઉપરાંત મુંબઇ સુધી જોડાય તે માટે કાર્યવાહી થઇ રહી છે. તેમાં દહાણુરોડને પણ જોડવા અંગેનું આયોજન પણ થઇ રહ્યું છે. જેના કારણે આયાત અને નિકાસ માટેના કેન્ટેનરો ભાવનગર સુધી આવી-જઇ શકે. રો-પેક્સ ફેરી સર્વિસ દ્વારા માલની ઝડપી હેર-ફેર ભાવનગરથી મહારાષ્ટ્ર સુધી થવાના કારણે ભાવનગરમાં નવા ઉદ્યોગો આવે અને રોજગારી વધે તેવી શક્યતા છે.

ભાવનગરને જોડતા નેશનલ હાઇવેનું કામ મહુવા થી આગળ અટકયું હતું તે કામ ઝડપથી થાય તે માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. ભાવનગરમાં નવા ઉદ્યોગો આવે તે માટે વેહીકલ સ્ક્રેપ યાર્ડ અને કન્ટેનર મેન્યુફેકચરીંગનું હબ ભાવનગર બને તે દિશામાં પ્રયત્નો થઇ રહ્યા છે.

આ વેબીનારમાં મંત્રી એન ધારાસભ્ય વિભાવરીબેન દવે એ કોરોના કાળ દરમિયાન થયેલી કામગીરીની માહીતી આપી હતી. ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીએ ભાવનગર માટે સકારાત્મક રીતે સૌની શકિતનો ઉપયોગ કરી કામ કરવા અનુરોધ કર્યો હતો.

આ વેબીનારમાં મેયરશ્રી કીર્તીબેન દાણીધારીયા, કેન્દ્રીયમંત્રી મનસુખભાઈ માંડવીયા, ધારાસભ્યો વિભાવરીબેન દવે અને જીતુભાઈ વાઘાણી, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ધીરૂભાઈ ધામેલીયા, શહેર ભાજપ પ્રમુખ રાજીવ પંડયા, મુકેશભાઈ શ્રીરામ તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, મ્યુ.કમીશનર ગાંધી, ડીડીઓ વરૂણ બરનવાલ, એસ.પી. જયપાલસિંહ રાઠૌર જોડાયા હતા. ચેમ્બરના પ્રમુખ કીરીટભાઇ સોની અને તેજસભાઇ શેેઠે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. જ્યારે આભાર વીધી હરેશભાઈ પરમારે કરી હતી. પ્રશ્નોત્તરીમાં વિવિધ આગેવાનોએ વિકાસને લગતા પ્રશ્નો પુછ્યા હતા.

સર ટી.હોસ્પિટલ ખાતે બે વિશાળ ઓકિસજન પ્લાન્ટબનશે : જુલાઈના પ્રથમ વીકમાં કાર્યરત
આગામી જુલાઇ માસમાં દિનદયાળ પોર્ટ ટ્રસ્ટ દ્વારા ભાવનગરની સર.ટી. હોસ્પિટલ ખાતે જ બે ઓકસીજન પ્લાન્ટ કાર્યરત કરાશે જેને કારણે ભાવનગર અને આજુબાજુઓના જિલ્લાઓમાં ઓકિસજન અંગે રાહત થશે. વર્તમાન કોરોના સમયમાં સરકાર અને સમાજની ભૂમિકા અંગે આજે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા યોજાયેલા વેબીનારમાં કેન્દ્રીયમંત્રી મનસુખભાઇ માંડવીયાએ આ જાહેરાત કરી હતી. જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ આ અંગેનું સુચન કયું હતું. મેડીકલ ઇન્ફાસ્ટ્રકચરની બાબતમાં ભાવનગર એટલે ભાવનગર,બોટાદ, અમરેલી, મહુવા, ઉના, રાજુલા, સહિતના વિસ્તારને ધ્યાનમાં રાખી આયોજન કરાશે. તેમ મંત્રી માંડવીયાએ જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...