તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કિલ્લાબંધી જેવો માહોલ:કોરોના ફેલાય નહી તેવા હેતુથી ટોળાઓ ભેગા ન થાય તે જોવાશે

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં રથયાત્રાના વિસ્તારોમાં ઠેર-ઠેર બેરીકેટ લગાવાઈ
  • રથયાત્રાના દર્શન કરવા નીકળશો તો જેલમાં જવું પડશે

ભગવાન જગન્નાથજી ની 36મી રથયાત્રાના આગલા દિવસે સંવેદનશીલ વિસ્તારો સહિત ના રથયાત્રાના રૂટમાં પોલીસ દ્વારા ફૂટ રિહર્સલ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. રથયાત્રામાં કરફ્યૂ હોવા છતાં તેના રૂટના વિસ્તારોમાં આજથી જ બેરીકેટ લગાવી કિલ્લાબંધી જેવો માહોલ કરી દેવાયો હતો.

રથયાત્રાના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે કોમી તોફાનો નહી પરંતુ કોરોના ફેલાય નહી તે માટે સોશ્યલ ડિસ્ટન્સ નું પાલન થાય અને લોકો ભગવાનના દર્શન કરવા બહાર ના નીકળે તેની વ્યવસ્થા જાળવવા આટલો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોય, છતાં પણ યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ બને નહી કોઈ પણ સ્થિતિ ને પહોંચી વળવા માટે પોલીસ સજ્જ હોવાનું જાણવા મળ્યું છે અને એ માટે પોલીસે શહેર ના ગુનાહિત પ્રવૃતિ ધરાવતા અને હિસ્ટ્રી શિટરો પર લગામ લગાવી કાયદો વ્યવસ્થા કથળે નહી તે માટે તમામ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.

કરફ્યુ ભંગ કરનારા લોકો સામે ધોરણસરની કાર્યવાહી થશે તેવું પોલીસ તરફ થી જણાવવામાં આવ્યું છે. આથી ભૂલ થી પણ રથયાત્રા ના દર્શન કરવા નીકળશો તો જેલ ની હવા ખાવી પડશે. વેપારી મંડળો સાથે પોલીસે બેઠક કરી યાત્રા દરમિયાન વેપાર ધંધા બંધ રાખવા તેમજ તંત્રને સહયોગ આપવા માટે બેઠક યોજવામાં આવી હતી જેમાં વેપારીઓ તરફ થી પોલીસને સંપૂર્ણ સહયોગ ની ખાત્રી આપવામાં આવી હતી. તેમજ ગઈકાલે રથયાત્રામાં રૂટ પર પોલીસની ફ્લેગ માર્ચ બાદ આજે રેન્જ આઇજી, એસપી, એસીપી સહિતના અધિકારીઓ દ્વારા રથયાત્રા ના રૂટ પર ફૂટ રિહર્સલ કરવામાં આવ્યું હતું.

DySPની ટીમના શિરે રથની સુરક્ષાની જવાબદારી
ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નિયત આયોજન મુજબ સીમિત સંખ્યામાં નીકળવાની હોય ત્યારે રથમાં તથા તેની આજુ બાજુ કોઈ પણ પ્રકારની ભીડ ના થાય અને મંજૂરી સિવાય ના કોઈ પણ લોકો રથમાં પ્રવેશે નહી તે માટે DySP કક્ષા ના એક અધિકારી સહિત ની એક આખી ટીમ રથ ની સુરક્ષા ની જવાબદારી સંભાળશે. રથ ને નિર્વિઘ્ને અને નિયત સમયમાં નિજ મંદિર માં પહોચાડવાની જવાબદારી આ ટીમ પર હશે.

અન્ય સમાચારો પણ છે...