ABVPનું 54મું પ્રદેશ અધિવેશન:ભાવનગરમાં યોજાનારા અધિવેશનનું સીએમ ભુપેન્દ્ર પટેલ ઉદઘાટન કરશે, 1000 વિદ્યાર્થી પ્રતિનિધિઓ ભાગ લેશે

ભાવનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાતનું 54મું પ્રદેશ અધિવેશન આવતીકાલે ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. જે અંગે આજરોજ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.

એબીવીપી અધિવેશન ભાવનગરના આંગણે
ભાવનગર ખાતે આગામી તા.6,7,8 જાન્યુઆરીના રોજ એબીવીપી અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે, આ સમારોહના મુખ્ય ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય અતિથિ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સાથે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પ્રોદ્યોગિકી સંસ્થાનના ડિરેક્ટર પ્રો્.અનુપમ શુક્લા વિશેષ ઉપસ્થિતમાં થશે.

ગુજરાતભરમાંથી 1000 જેટલા વિધાર્થી પ્રતિનિધિઓ ભાગ લેશે
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું 54મું પ્રદેશ અધિવેશન ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે થવા જઈ રહ્યું છે. આ અધિવેશનમાં ગુજરાતભરમાંથી વિવિધ જીલ્લાઓના 1000 જેટલા વિધાર્થી પ્રતિનિધિઓ આ અધિવેશનમાં ભાગ લેશે. આ ત્રણ દિવસીય અધિવેશનમાં વિવિધ સત્રો, પ્રદર્શની, શોભાયાત્રા, જાહેર સભા, શિક્ષણ અને સામાજિક પરિવર્તન હેતુ આગામી વર્ષમાં દિશા પ્રદાન કરતા વિવિધ પ્રસ્તાવો પણ પારિત કરવામાં આવશે. અધિવેશન જે સ્થાન પર આયોજિત કરવામા આવી રહ્યું છે તે સ્થાનને મહારાજ કૃષ્ણકુમારસિંહજી નગર રાખવામાં આવ્યું છે. તેમજ આ સભાગુહનુ નામ ગુરુ તેગબહાદૂર સભાગૃહ રાખવામાં આવેલ છે. પ્રદર્શનીનું નામ ગીજુભાઈ બધેકા અને ભોજનાલયનું નામ પરમ પૂજ્ય બજરંગદાસ બાપા ભોજનાલય રાખવામાં આવ્યું છે.

આ અધિવેશનમાં પથિક મેહતા, આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસના ખેલાડી સાથે અતિથી વિશેષ તરીકે ધારાસભ્ય જીતુભાઈ વાધાણી અને ડો. લક્ષ્મણ ભાઈ ભૂતડિયા અ.ભા.વિ.પ પ્રદેશ ઉપાધ્યક્ષ ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...