કોવિડની આડઅસર:કોરોના પછી ઉધરસને મટવામાં 14 દિવસથી વધુ સમય લાગે છે

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના હાલ શહેરમાં 13 એક્ટિવ કેસ થઇ ગયા
  • સ્નાયુમાં નબળાઈ અને શ્વાસ ચઢવા જેવી ફરિયાદો આપતો ગયો

કોવિડની આડઅસરથી હાથ-પગના સ્નાયુમાં નબળાઈ,શ્વાસ ચઢવો, થાક લાગવાની ન્યૂરો મસ્કયુલર ઇફેક્ટ થઇ છે. તંદુરસ્ત વ્યક્તિના ફેફસાં 4.5થી 6 લિટર હવા ભરી શકે છે. પરંતુ, કોવિડમાં લાંબો સમય ઓક્સિજન પર રહેલા લોકોમાં ફેફસાંની હવા ખેંચવાની ક્ષમતા ઘટીને 2થી 3 લિટર થયાનું પણ એક સંશોધનમાં જણાયું હતું. ઉધરસ અને શરદીને મટવામાં પણ હવે 14 દિવસ કે તેનાથી વધુ સમય લાગવા માંડ્યો છે. ડો.રાજીવ ઓઝા જણાવે છે કે કોરોનામાંથી સાજા થયા બાદ હાથ-પગના સ્નાયુમાં નબળાઈ, શ્વાસ ચઢવા જેવી ફરિયાદો જાગી છે.

કોવિડ પછી ડેમેજ થયેલાં ફેફસાના માઇક્રો-એલવ્યુલાઇઝ સ્ટ્રકચરને મજબુત કરવા શંખ વગાડવો, અનુલોમ-વિલોમ, ડાયાફ્રાગમેટિક બ્રિધિંગથી ફેફસાંના ડાયાફ્રામના નીચેના ભાગના સ્નાયુની કસરત, શ્વાસ રોકી રાખવોથી ફેફસાંની રૂટ અને કોર્નરના સ્નાયુ ખોલવા તેમજ હાથની મુવમેન્ટ સાથે ફેફસાંની કસરત, ફેફસાંના જકડાયેલા સ્નાયુને ઢીલા કરે છે.

50 વર્ષીય પુરુષને કોવિડ થતાં રોજના 8 લિટર ઓક્સિજન ચઢાવવો પડતો હતો. સ્વસ્થ થયા બાદ ઉઠવા-બેસવામાં ગરદન, કમરનો દુ:ખાવો અને સાંધા જકડાઇ જતાં હતા. કોરોનામાંથી સાજા થયા પછી પણ હાથ-પગના સ્નાયુમાં નબળાઈ, શ્વાસ ચઢવા જેવી ફરિયાદો જાગી છે. ભાવનગર શહેરમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી દરરોજ કોરોનાના કેસ નોંધાતા થયા છે આજે બે પોઝિટિવ કેસ મળતા ભાવનગર શહેરમાં હાલ 13 દર્દીઓ કોરોનાની સારવારમાં છે.

અન્ય સમાચારો પણ છે...