તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
હવે રીટર્ન ઓટોમેટીક જનરેટ થશે તેઓ સુધારો આવેલ છે પરંતુ, તેનો અર્થ એ થાય કે સરકાર પાસે કરદાતાની સંપૂર્ણ માહિતી છે. કોઈપણ નાણાકીય વર્ષના હિસાબો છ વર્ષ સુધી રી-ઓપન થઇ શકે છે. જ્યારે સર્ચના કેસમાં દશ વર્ષ સુધી અને વિદેશમાં બેંક એકાઉન્ટ હોય તો પંદર વર્ષની સમય મર્યાદા હતી તેમાં હવે સુધારો કરી છ વર્ષના બદલે ત્રણ વર્ષ કરવામાં આવેલ છે. ત્રણ વર્ષથી જુનાં અને દશ વર્ષ સુધીના કેસ હોય તો તેવા સંજોગોમાં સજ્જડ પૂરાવા હોય તો જ કેસ રી-ઓપન થઇ શકશે તે સુધારો આવકારદાયક છે તેમ સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ્સ્ટ્રી દ્વારા કેન્દ્રીય બજેટ અંતર્ગત વાર્તાલાપ યોજવામાં આવેલ.
જેમાં વક્તા તરીકે અગ્રગણ્ય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરતભાઈ પોપટે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કાર્યક્રમના પ્રારંભમાં સૌરાષ્ટ્ર ચેમ્બરના પ્રમુખ કિરીટભાઈ સોનીએ શાબ્દિક સ્વાગત કરતા વિશેષમાં જણાવેલ કે સરળીકરણનાં ભાગ રૂપે સરકાર દ્વારા દર વર્ષે થતા સુધારાઓને કારણે કરદાતાઓની મુંઝવણ વધી જાય છે તેવા સમયે આ વાર્તાલાપનાં માધ્યમથી મળનાર માર્ગદર્શન તેમના માટે ખુબ જ ઉપયોગી થઇ રહેશે.
ઇનડાયરેક્ટ ટેક્ષ એટલે કે ગૂડ્ઝ એન્ડ સર્વિસ ટેક્ષ વિષે વક્તવ્ય આપતા ભરતભાઈ શેઠે જણાવેલ કે ઈનપુટ ટેક્ષ વિષે મોટાભાગના વેપારીઓ પાસે પૂરતી માહિતી નથી જેથી મુશ્કેલી થાય છે. સેક્શન-16માં સુધારો થયો ડીટેઇલ આપવામાં આવશે તો જ ચાર શરતોને આધીન રીફંડ મળશે. કાર્યક્રમના અંતે શ્રોતાઓ દ્વારા પૂછવામાં આવેલ વિવિધ પ્રશ્નોના બન્ને વક્તા દ્વારા ખુબ જ સંતોષકારક પ્રત્યુત્તર આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ ચેમ્બરના માનદ્દ મંત્રી કેતનભાઈ મહેતાએ અને કાર્યક્રમનું સંચાલન ચેમ્બરની ટેક્ષેશન કમિટીના ચેરમેન હિતેશભાઈ રાજ્યગુરુ કરેલ.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.