તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસાના આગમનના એંધાણ:ગારિયાધાર-ઉમરાળા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો

ભાવનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ધીમે ધીમે ચોમાસાના આગમનના એંધાણ
  • ચોમાસાના આગમન પૂર્વે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલથી ગરમીમાં રાહત

એપ્રિલ અને મે મહિનામાં અસહ્ય ગરમી બાદ જુન માસ શરૂ થતા જ વાતાવરણ ધીમેધીમે બદલાઇ રહયું છે અને જેમ જેમ 15 જુન નજીક આવતી જાય છે તેમ ચોમાસાની શરૂઆત થઇ રહી છે.આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના ગારિયાધાર,ઉમરાળા તાલુકાના રંઘોળા તેમજ આસપાસના ગામોમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.બપોર બાદ ઉમરાળાના ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો.અસહય ગરમીમાં વાતાવરણમાં પલટો આવતા ગ્રામ્ય વિસ્તારમાં ઠંડક પ્રસરી છે.કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડયાના વાવડ છે.

જયારે ગારીયાધારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ છવાયો હતો.ગારીયાધાર શહેર તેમજ પંથકમાં વિજળીનાં કડાકા ભડાકા સાથે ધીમીધારે સાંજના સમયે ઝરમર શરૂ થયો હતો.બપોરે ગરમીનો અસહ્ય બફારો થતો હતો.ત્યાર બાદ સાંજના સમયે કાળા ડિબાંગ વાદળો વિજળીનાં કડાકા ભડાકા સાથે વાતાવરણ પલટાયું હતું.ગારિયાધારના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદનાં વાવડ છે.વાતાવરણ એકદમ વાદળછાયુ જોવા મળ્યું હતુ.વરસાદનાં છાટા પડતા લોકોએ ગરમીથી છુટકારો મેળવ્યો હતો ગઇ કાલે ધોળા જંક્શનમાં સાંજે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો.

ધૂળની ડમરી સાથે પહેલા પવન ફુંકાયા બાદ મોટા કરા સાથે ધોધમાર વરસાદ વરસી ગયો હતો તેમજ ગઢડામાં પણ અચાનક વાતાવરણમાં પલ્ટો થયો હતો. તેમજ એકાએક ધોધમાર વરસાદ સરસ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...