તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અછતના એંધાણ:ગત વર્ષે 5 સપ્ટેમ્બરે 100 ટકા વરસાદ થયેલો આ વર્ષે 50 ટકા

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે મહુવામાં સર્વાધિક 477 મી.મી. વરસાદ વરસ્યો
  • ગત વર્ષે 596 મી.મી. વરસાદ થયેલો તે આ વર્ષે 296 મી.મી. જ થયો, 300 મી.મી.ની ઘટ

ભાવનગર શહેરમાં આ વર્ષે શ્રાવણના અંતે પણ જોઇએ તેવો વરસાદ વરસ્યો નથી. ગત વર્ષે 5 સપ્ટેમ્બર સુધીમાં ભાવનગર જિલ્લામાં કુલ વરસાદ 596 મી.મી. એટલે કે પૂરો 100 ટકા વરસી ગયો હતો તે આ વર્ષે માત્ર 50 ટકા જ વરસાદ અત્યાર સુધીમાં વરસ્યો છે. આથી 5 સપ્ટેમ્બર આવી છતાં વરસાદમાં 50 ટકાની ઘટ રહી ગઇ છે. હવે વરસાદમાં માંડ એકાદ મહિનો બાકી રહ્યો છે. આથી આ વર્ષે સારી ઘટી રહી જશે.

ભાવનગર શહેરમાં ગત વર્ષે 5 સપ્ટેમ્બર સુધીમાં ભાવનગર શહેરમાં તો 845 મી.મી. એટલે કે 34 ઇંચ વરસાદ વરસી ગયો હતો તે આ વર્ષે ભાવનગર શહેરમાં માત્ર 346 મી.મી. એટલે કે 499 મી.મી.ની આસમાની ઘટ રહી ગઇ છે. ગત વર્ષે શહેરમાં સિઝનનો કુલ 119 ટકા વરસાદ 5 સપ્ટેમ્બર સુધીમાં વરસી ગયેલો તે આ વર્ષે માત્ર 50.19 ટકા જ થયો છે. એટલે કે આ વર્ષે ભાવનગર શહેરમાં ચોમાસામાં વરસાદમાં 69 ટકાની ઘટ રહી ગઇ છે.

સિહોર-ભાવનગર વચ્ચે વરસાદમાં બમણો તફાવત
અડીને આવેલા ભાવનગર અને સિહોર વચ્ચે આ વર્ષે વરસાદમાં બમણો તફાવત જોવા મળ્યો છે. આ વર્ષે ભાવનગરમાં આજ સુધીમાં કુલ વરસાદ 346 મી.મી. થઇ ગયો છે જ્યારે સિહોરમાં કુલ વરસાદ માત્ર 175 મી.મી. જ થયો છે. આમ, જે તાલુકા એકબીજાને અડીને આવેલા છે તેના વચ્ચે વરસાદમાં બમણો તફાવત જોવા મળ્યો છે.

આ વર્ષે તાલુકાવાઇઝ વરસાદમાં ઘટ

તાલુકો20212020ઘટાડો
ભાવનગર346 મી.મી.845 મી.મી.499 મી.મી
ગારિયાધાર384 મી.મી.461 મી.મી.77 મી.મી
ઘોઘા301 મી.મી.432 મી.મી.131 મી.મી
જેસર239 મી.મી.606 મી.મી.367 મી.મી
મહુવા477 મી.મી.748 મી.મી.271 મી.મી
પાલિતાણા326 મી.મી.530 મી.મી.204 મી.મી
સિહોર175 મી.મી.416 મી.મી.241 મી.મી
તળાજા206 મી.મી.420 મી.મી.215 મી.મી
ઉમરાળા260 મી.મી.738 મી.મી.478 મી.મી
વલ્લભીપુર254 મી.મી.768 મી.મી.514 મી.મી
જિલ્લો296 મી.મી.596 મી.મી.300 મી.મી.
અન્ય સમાચારો પણ છે...