તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સક્લુઝિવ ફોટો સ્ટોરી:ગુજરાતનો સૌ પ્રથમ કેબલ સ્ટેઇડ બ્રીજ હોવાનું ગૌરવ પ્રાપ્ત છે આ ભાવનગરને અમદાવાદ સાથે રોડ માર્ગે જોડતા બ્રિજને

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેબલ સ્ટેઇડ બ્રિજ બનવાથી ભાવનગરથી અમદાવાદનું અંતર 35 કિલોમીટર ઘટી ગયું
  • 28 કરોડના ખર્ચે 180 મીટર લંબાઇનો બંધાયેલો બ્રિજ

ભાવનગરના વિકાસના પ્રવેશદ્વાર અને દોઢેક સદી જૂના જૂના લાકડિયા પૂલના સ્થાને હવે રાજ્યનો પ્રથમ કેબલ સ્ટેઇડ બ્રીજ હોવાનું ગૌરવ ધરાવતો બ્રિજ બની ગયો છે. 2012માં કુલ રૂા.27.90 કરોડના ખર્ચે નિર્મિત આ અનોખા પૂલને કારણે ભાવનગર-અમદાવાદ- વડોદરા વચ્ચે 10 કિલોમીટર તેમજ ભાવનગર અને ભાલ પંથક વચ્ચે 35 કિલોમીટરનું અંતર ઘટતા ભાલના ગામડા " ટૂંકા અંતરથી ભાવનગર સાથે જોડાતા કિંમતી ઈંધણનો બચાવ થાય છે અને આથી જ ટૂંકા સમયગાળામાં આ પૂલ પર વાહનોની અવરજવર વધી ગઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પૂલ અગાઉ લાકડીયા પૂલ તરીકે ઓળખાતો અને ઈ.સ.2006ના વર્ષમાં ભારે વરસાદ અને જળ પ્રલયને કારણે તૂટી જતાં ભાલ પંથક સંપર્ક વિહોણો બની ગયો હતો.બાદમાં આ પૂલના સ્થાને 180 મીટર લંબાઈ અને 10 મીટર પહોળાઈ ધરાવતા આ કેબલ સ્ટેઇડ બ્રીજનું નિર્માણ કાર્ય 11 મે 2009થી શરૂ થયેલ, જે તા.11 ઓગસ્ટ,2012ના રોજ પૂર્ણ થતા તેનું લોકાર્પણ કરાયું હતુ. આજે તો આ બ્રિજ ભાવનગર-અમદાવાદ વચ્ચે દોડતા વાહનો માટે મુખ્યમાર્ગ થઇ ગયો છે.

શહેરીજનો માટે બન્યું પિકનીક પોઇન્ટ
ગુજરાત રાજ્યના સૌ પ્રથમ કેબલ સ્ટેઇડ બ્રીજના લીધે જૂના બંદર પર ધમધમતા મીઠા ઉદ્યોગ, કેમિકલ ફેકટરીઓ અને ટાઈલ્સ સહિ‌તના બાંધકામ મટીરીયલ્સના ઉદ્યોગોને કારણે ભાલ પંથકના લોકોને રોજગારી મળતી થઇ છે. તો બીજી બાજુ શહેરીજનો માટે રજાના દિવસોમાં બે બાજુ હાઇ ટાઇડવાળી ખાડી છે ત્યાં આ બ્રીજ એક ફેવરિટ પિકનિક સ્પોટ બનતું જાય છે.

અન્ય સમાચારો પણ છે...