પરીક્ષા:ધો.9થી 12ની પ્રથમ પરીક્ષામાં પેપર બોર્ડના રાખવા ફરજિયાત નહીં

ભાવનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સ્કૂલોની પોતાના કક્ષાએ પ્રશ્નપત્ર નીકળવા છૂટ આપી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ ધોરણ 9થી 12ની પરીક્ષાને લઈને પ્રશ્નપત્ર બોર્ડ તરફથી આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જે પ્રશ્નપત્ર પ્રમાણે જ તમામ શાળાઓએ ફરજિયાત પરીક્ષા લેવી તેવો હુકમ પણ કર્યો હતો. ત્યારબાદ 2 સુધારેલા પરિપત્ર જાહેર કર્યા અને આજે વધુ એક પરિપત્ર જાહેર કર્યો જે મુજબ પ્રશ્નપત્ર બોર્ડના રાખવા ફરજિયાત નથી તેવું જણાવ્યું છે. તમામ શાળાઓમાં કોરોનાની સ્થિતિમાં એક સમાન રીતે કોર્સ ન ચાલ્યો હોય તેમજ વિદ્યાર્થીઓની 50 ટકા હાજરી હોય આ નિર્ણય કરાયો છે.

શિક્ષણ બોર્ડે જાહેર કરેલ ચોથા પરિપત્ર મુજબ 9થી 12ની પ્રથમ કસોટી માટે પ્રશ્નપત્ર મરજિયાત કરવામાં આવ્યું છે અને સ્કૂલોની પોતાના કક્ષાએ પ્રશ્નપત્ર નીકળવા છૂટ આપી છે. આ નિર્ણય સંચાલક મંડળ અને શિક્ષકની રજૂઆત બાદ શિક્ષણ વિભાગે કરવો પડ્યો છે. આ પ્રકારે વારેવારે નિર્ણય બદલાવને કારણે વિદ્યાર્થીઓ વાલીઓ અને શાળાઓ પરેશાન થાય છે. બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ-9થી 12ની પ્રથમ છ માસિક કસોટી રાજ્ય સરકાર દ્વારા મરજિયાત કરવામાં આવી છે. આજે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રતિનિધિઓ સાથે શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી અને રાજ્ય શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલાની સૂચનાથી યોજાયેલ બેઠકમાં મહામંડળ દ્વારા કરાયેલ રજૂઆતો સંદર્ભે સવિસ્તૃત ચર્ચા-વિચારણા કરી આ નિર્ણય કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...