બીજી વ્યવસ્થા ઝંખે છે નગરજનો:મહુવામાં પાણી માટે પાણી બતાવવું જરૂરી, હાલમાં પાણી પુરવઠો મળે છે તેમાં 4 એમએલડીની ઘટ

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહુવાને પાણી માટે બીજો આધાર મળે તેવુ પાણી પ્રજાના પ્રતિનિધીઓ બતાવે તો નગરજનોની સમસ્યા હળવી થઇ શકે
  • ...તો જનતાને આવતા દિવસોમાં વિકટ સ્થિતીનો સામનો કરવો પડશે

જે.પી. દોશી

મહુવા શહેરને હાલમાં મળતુ પાણી મહી-પરીએજ પુરવઠા યોજનાના અપુરતા મળતા પાણી ઉપર આધારીત છે જરૂર છે.એક લાખથી વધુ વસતીના પ્રમાણમાં મહુવા શહેરમાં બીજી સહાયક પાણી પુરવઠા યોજનાની હાલના તબકકે જરૂરીયાત ઉભી થઇ છે.જો આ વ્યવસ્થા ઉભી નહિ કરાય તો મહુવાની જનતાને આવતા દિવસોમાં વિકટ સ્થિતીનો સામનો કરવો પડશે તેમાં બે મત નથી.હાલમાં મહુવાને પાણી પુરવઠો મળે છે તેમાં 4 એમએલડીની ઘટ છે.

મહુવાની દૈનિક જરૂરીયાત સામે એક લાખથી વધુ મહુવાની વસ્તી અને વિસ્તારની દ્રષ્ટીએ મહુવા નગરપાલિકાને દરરોજ પાણીની જરૂરિયાત 12 એમ.એલ.ડી.(120 લાખ લી.) છે તેની સામે નગરપાલિકાને મહી-પરીએજ યોજના દ્વારા ગુજરાત વોટર સ્પલાય ઇન્ફ્રાસ્ટક્ચર લી. દરરોજ 7 થી 8 એમ.એલ.ડી. પાણી હાલ મળી રહ્યુ છે એટલે મહુવા શહેરને 4 એમએલડી પાણીની ઘટ રહે છે.

મહુવાને મહિ-પરીએજ યોજના પહેલા પાણી પુરવઠા યોજના નં.1 અને 2 મારફત માલણ ડેમ માંથી પાણી મળતું અને ડેમમાં પાણી ન હોય ત્યારે ડેમમાં કુવા કે બોર કરી પા.પુ. યોજના 1 દ્વારા નગરપાલીકા વોટરવર્કસ સુધી લાવવામાં આવતું અને પા.પુ. યોજના 2 દ્વારા ફિલ્ટર કરી શહેરના નાગરીકોને દરરોજ વિતરણ કરવામાં આવતુ હતું. મહી-પરીયોજનાનું પાણી મહુવાને મળતું થતા કૃષિ સિંચાઇ માટે માલણ ડેમનું પાણી અનામત રાખવામાં આવ્યું છે.અગાઉ પાણી મહુવા માટે અનામત રહેતું હતું. પા.પુ. યોજના 1 અને 2ની પાઇપ લાઇનો બહાર કાઢી ભંગારમાં વહેચી દેવામાં આવી નથી.

આ લાઇન હયાત છે.માત્ર અડધા કરોડના ખર્ચે આ લાઇન પુર્વવત ઉપયોગમાં લઇ શકાય તેવી વ્યવસ્થા કરી પુર્વવત માલણ ડેમનું પાણી મહુવા શહેર માટે અનામત રાખી મહુવા માટે પાણીના બીજા સ્ત્રોતની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તો મહુવાને દરરોજનું ત્રણ એમ.એલ.ડી. પાણી મળી શકે અને સ્ટોરેજ કેપેસીટી વધે, ફિલ્ટર પ્લાન ડબલ થયા હોય પણ જો રાજકીય ઇચ્છા શક્તિ હોય તો.મહુવાને પાણી માટે બીજો આધાર મળે તેવુ પાણી શાસક પક્ષ બતાવે તો મહુવાના નગરજનોને એકાંતરે પાણી આપી શકાય

મહિને રૂ.18 લાખનો ખર્ચ છતા રઝળપાટ
મહુવા પાલિકા એક એમ.એલ.ડી. પાણીના એક લાખ લેખે રૂ.8 થી 10 લાખ અને કર્મચારીઓને પગાર, વિજળી બીલ સહિતના આનુસંગીક ખર્ચા ઉમેરતા મહીને રૂ.16 થી 18 લાખ પાણી પાછળ ખર્ચે છે તેમ છતા નગરજનોને દર ત્રીજા દિવસે પાણી મળે છે. આ સમસ્યાનો વહેલીતકે નિવેડો લાવવામાં આવ તો આગામી દિવસોમાં સમસ્યા ન રહે.

તાજેતરમાં જ મહુવાની જનતાને છ દિવસ પાણી માટે ફાંફા મારવા પડયા હતા
મહિનામાં 4 થી 5 વખત લાઇનમાં ભંગાણ, પાવર સપ્લાયની અનિયમિતતા, રીપેરીંગ વગેરે પરીસ્થિતીને કારણે ઓછુ કે બીલકુલ ન મળે તેવુ બને ત્યારે ઓછી સ્ટોરેજ કેપેસીટીને કારણે મહુવા નગરપાલિકાની પાણી વિતરણ વ્યવસ્થામાં ભંગાણ પડે છે અને ત્રીજા દિવસના બદલે ચોથા કે પાંચમાં દિવસે પાણી મળે છે. તાજેતરમાં મહુવાના સમગ્ર શહેરને અગાઉ જાણ કર્યા વગર પાંચ - છ દિવસ સુધી પાણી વગર રહેવું પડ્યુ હતું. તેવી પરીસ્થીતી ફરી ન સર્જાય તે માટે પણ પાણીનો બિજો સ્ત્રોત તૈયાર રાખવા માંગ ઉઠવા પામી છે.

મહુવા પાલીકાને 21 MLD પાણી મેળવવાના પ્રયત્નોને સફળતા નથી મળતી
મહુવા શહેરને જુદા જુદા 6 ઝોનમાં વહેચી નગર પાલીકા દ્વારા દરેક ઝોનને ત્રીજા દિવસે પાણી આપવામાં આવે છે. ગુજરાત વોટર સ્પલાય ઇન્ફ્રાસ્ટક્ચર લી. સાથે મહુવા નગરપાલીકા 21 એમ.એલ.ડી. પાણી મેળવવાનો કરાર કરવા વર્ષોથી પત્રવ્યવહાર કરે છે પરંતું હજુ સુધી સફળતા મળી નથી. 21 એમ.એલ.ડી. પાણી મળતું થાય તો પાણી વિતરણ વ્યવસ્થા ખોરંભે ન પડે અને ત્રીજા દિવસના બદલે બીજા દિવસે પાણી વિતરણ કરી શકાય.

અન્ય સમાચારો પણ છે...