તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:LLBના દરેક સેમેસ્ટરની પરીક્ષા આપવી ફરજિયાત, વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહિ મળે

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા તમામ યુનિ. ને ઓનલાઇન કે ઓફ્લાઈન પરીક્ષાની અપાઈ છૂટ

હાલમાં દેશભર માં ઘણા બધા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં પ્રાઈમરી થી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓ નો સમાવેશ થાય છે. ત્યારબાદ ઘણા વિદ્યાર્થીઓની ઈચ્છા હતી કે એલ.એલ.બી માં પણ મેરીટ બેઇઝ પ્રોગ્રેશન આપવામાં આવે. પરંતુ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં જ એક મિટિંગ કરીને દરેક યુનિ. એ ઓનલાઇન કે ઓફ્લાઈન પરિક્ષા નો પરિસ્થતિ મુજબ નિર્ણય લઈને પરીક્ષાઓ લેવી પડશે તેવું જાહેર કર્યું છે.

એલ.એલ.બી. અને ઈન્ટીગ્રેટેડ લો કોલેજ માં છેલ્લા સેમેસ્ટર સિવાય નાં સેમેસ્ટર ની પરિક્ષા રદ કરવાના મુદ્દે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પરિક્ષા માં મેરીટ બેઈઝ પ્રોગ્રેશ ન આપી શકાય નહિ તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. ગુજરાત યુનિ. સહિત દેશભર ની અન્ય યુનિ. દ્વારા ઓફ્લાઈન પરીક્ષાઓ લેવાનું નક્કી થયું છે

ત્યારે વિદ્યાર્થીઓ માં છેલ્લા વર્ષ સિવાય ની પરીક્ષાઓ ન લેવાની માંગ કરવામાં આવી હતી. દિલ્હી યુનિ. નાં વિદ્યાર્થીઓની રજૂઆત બાદ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા એક્સપર્ટ કમિટી ની રચના કરીને વિદ્યાર્થીઓએ ફરજીયાત પરિક્ષા આપવી પડશે તેવો નિર્ણય લેવાયો હતો. જોકે કાઉન્સિલ દ્વારા યુનિ. એ જે પદ્ધતિ થી પરિક્ષા લેવી હોય તેમ લેવાની છૂટ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...