ભાવનગરમાં જવાહર મેદાન ખાતે નાનાલાલ ભવાનભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના બુધાભાઈ પટેલના નિમિત્ત માત્ર યજમાન પદે પૂજ્ય મોરારિબાપુની રામકથાના આજે આઠમા દિવસે પૂજ્ય બાપુએ રામાયણના મધ્યભાગમાં આવેલ કેવટ વિષે બોલતા પૂજ્ય બાપૂ આ કેવટના જીવનની ચાર સ્થિતિના દર્શન કરાવતા કહેલ કે સ્થિર સ્થિતિ, ઉભા થવું . એટલે કે ચલિત સ્થિતિ ,ગતિશીલ સ્થિતિ અને સામે પહોંચવાની વહન સ્થિતિ.
આ સ્થિતિઓમાંથી પાર ઉતાર્યા બાદ ભગવાન રામને હૃદયસ્થ કરી શકાય. સીતાજી કદી બોલ્યા નહિ માટે રામાયણ સર્જાયું અને દ્રૌપદી બોલ્યા તેથી મહાભારત સર્જાયુ તેમ પણ જણાવ્યું હતુ. જીવનમાં વાહવાહી છોડી સ્વાહા સ્વાહા રટવું તે પણ યજ્ઞ છે.પૂ. બાપુએ 6 જગ્યાએ ક્રોધ ના કરવાની સલાહ આપી હતી. સવારમાં ઉઠતા સમયે, પૂજા પાથ અને હરિસ્મરણ સમયે, ભોજન કરતી વખતે, ઘરેથી નીકળતા સમયે, ઘરમાં પ્રવેશ કરતી સમયે અને રાત્રે સુવાના સમયે કોઈએ ક્રોધ ના કરવો જોઈએ .રામકથામાં પોથી યાત્રાની શરૂઆત એકનાથજી મહારાજે કરી હતી. સંગીત સાંભળવું , વાર્તા કહેવી કે નૃત્ય કરવું તે પણ એક કથા જ છે.
કથાના ક્રમમાં પૂજ્ય બાપુએ ભગવાન રામ સહિત દશરથ પુત્રોની નામકરણ વિધિ , દીક્ષા , તાડકા વધ , રામ વિવાહ , રામ વનવાસ , કેવટ પ્રસંગો, હનુમાન મિલાન, વાલી વધ , રાવણ વધ અને રામરાજ્ય સુધીની કથાનું ગાન કર્યું હતુ.કથાના પ્રારંભે પાર્થિવ ગોહિલ દ્વારા ભજનોનો રસાસ્વાદ કરાવેલ. બાદમાં તુષારભાઈની કવિતા સંગ્રહ "બેરખો"ના પુસ્તકનું વિમોચન કર્યું હતું.
આજે ભાવનગરમાં ફરજ બજાવી ચૂકેલા આઈ . પી. એસ. સફીન હસન દ્વારા રામાયણ, મહાભારત અને તેના મુખ્ય પાત્રો સીતા અને દ્રૌપદીની તુલના સરળ ભાષામાં ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટાંતો સાથે રજુ કરી શ્રોતાગણની ચાહના મેળવી હતી. જયારે મુખ્ય યજમાન બુધાભાઈ પટેલ અને તેમના ભાઈએ કબુતરોનું ઘૂ ઘૂ ઘૂના ગીત સંગીત સાથે અભિનય કરી પોતાના સ્મરણોને વાચા આપી હતી.
સફીન હસન પોલીસ માટે ક્થા કરે
પૂજ્ય બાપુએ આઈ. પી . એસ. અધિકારી સફીન હસનની જ્ઞાનભરી વાણીથી પ્રભાવિત થઇ જણાવેલ કે તેઓ નિવૃત થયા બાદ પોલીસજનોને ભેગા કરી - તારું તારું અને મારુ મારુના ચક્કરમાંથી બહાર નીકળી શકે તે માટે કથાઓ કરવા ભલામણ કરી હતી . જેમ પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ કથા કરતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.