તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:જિલ્લામાં 667 શાળાઓમાં આઇસોલેશનની વ્યવસ્થા કરાશે

ભાવનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • જિલ્લાના તમામ ગામોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે
 • રહેવા, ખાવા-પીવાની વ્યવસ્થા સાથે 8200 બેડની વ્યવસ્થા, "મારૂં ગામ-કોરોનામુકત ગામ’ અભિયાન

ગત વર્ષની સરખામણીએ કોરોના સંક્રમણની બીજી લહેરમાં વધુને વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે આ સંક્રમણ ફેલાતું અટકાવવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવશે તેમ શિક્ષણ રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતુ. મુખ્યમંત્રીએ શરુ કરેલાં 'મારૂં ગામ-કોરોનામુકત ગામ’ અભિયાનને ગ્રામીણ જનશક્તિના સહયોગ-જનભાગીદારીથી પાર પાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ અભિયાન અંતર્ગત 667 સ્કૂલોમાં આઇસોલેશનની સુવિધા કરાશે.

શિક્ષણ રાજયમંત્રીએ વધુમાં ઉમેર્યુ કે, દરેક ગામમાં 10 વ્યક્તિઓની સમિતી બનાવી ટ્રેસિંગ-ટ્રેકિંગ-ટ્રિટમેન્ટની વ્યવસ્થા - ગ્રામજનોનું સર્વેલન્સ – ગામ સેનિટાઇઝ જેવા સઘન ઉપાયો અપનાવી કોરોના સંક્રમણને ઓછું કરવું છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓ અને સમાજના આગેવાનોના સહકારથી આગામી દિવસોમાં જિલ્લાના તમામ ગામોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે. આ અભિયાનને સાકાર કરવા માટે રહેવા,ખાવા-પીવાની વ્યવસ્થા સમાજ સહયોગથી ઉભી કરવાની છે.

આવા આઇસોલેશન સેન્ટર્સ-કોવિડ કેર સેન્ટરમાં રહેલાં લોકોના રહેવા-જમવા તેમજ સ્ટાર્ન્ડડ દવાઓ, વિટામીન-સી, એઝિથ્રોમાઇસીન, પેરાસીટામોલની વ્યવસ્થા ગામના આગેવાનો, યુવાનો ઉપાડી લે એવું આહવાન કર્યુ હતું.ભાવનગર જિલ્લા વિકાસ અધિકારી વરુણ બરનવાલે જણાવ્યું કે, ભાવનગર જિલ્લામાં 667 ગ્રામ પંચાયતો આવેલી છે. આ દરેક ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી એક- એક સ્કૂલમાં આઈસોલેશનની વ્યવસ્થા ઉભી કરાશે.આ ઉપરાંત આંગણવાડી, સમાજ વાડીમાં પણ જ્યાં જગ્યા ઉપલબ્ધ હોય ત્યાં કોરોના માટે કેર સેન્ટર શરૂ કરાશે.

દરેક શાળાઓમાં ટોયલેટ, પાણીની જરૂરી વ્યવસ્થા છે. એ રીતે જિલ્લામાં કુલ 8200 બેડની વ્યવસ્થા કરવાનું આયોજન કરાયું છે. આ બેઠકમાં ધારાસભ્યો આર.સી.પટેલ, કેશુભાઈ નાકરાણી, આત્મારામભાઇ પરમાર, ભીખાભાઇ બારૈયા ઉપરાંત જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ અને તાલુકા પંચાયતના પ્રમુખો ઉપસ્થિત રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો