તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:બિન જવાબદાર લોકો દંડ ભરવા તૈયાર પણ માસ્ક નથી પહેરવું

મહુવા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહુવામાં પોલીસે રૂ.14 લાખથી વધુ દંડ વસુલ્યો નગર પાલીકા દંડ કરે પણ લોકોને સુધરવું નથી

મહુવાના તમામ લોકો માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સ રાખે તો કોરોનાને ફેલાતો રોકવામાં ઘણી સફળતા મળી શકે છે પરંતુ લોકો સુધરતા નથી. કેટલાક બિનજવાબદાર લોકો દંડ ભરવા તૈયાર છે પણ માસ્ક નથી પહેરવું. પહેલા માત્ર નગરપાલીકા દંડ વસૂલતી હતી. તેનાથી કાંઈ વધારે ફરક નહીં પડતા પોલીસને પણ દંડ વસૂલવાની સત્તા આપવામાં આવી હતી.

પોલીસે હજારો લોકોને માસ્ક નહીં પહેરવા બાબતે 14 લાખ 87 હજાર રૂપિયા દંડ કર્યો છે. પાલિકાએ 100 દિવસમાં માસ્ક નહીં પહેરવાના, સોસિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવવાના, જાહેરમાં થુંકવાના, દુકાનમાં રજિસ્ટર મેન્ટેઈન નહીં રાખવાના કારણે લોકો પાસેથી રૂ.40,400 રૂપિયાનો દંડ વસૂલ્યો છે.કોરોનાના કેસ મહુવા શહેરમાં વધતા નગરપાલિકાએ ફરી માસ્ક ડ્રાઈવ હાથ ધરી છે અને માસ્ક નહી પહેરનાર વ્યકિતઓ પાસેથી દંડ વસુલવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો