ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં રોડ નં.3, શેરી નં.12 અને 13માં મહાનગરપાલિકા દ્વારા યોજના હેઠળ રબ્બર મોલ્ડેડ પેવિંગ બ્લોકનું 45ની મજબૂતાઇના બ્લોક મંજૂર થયા છે. પરંતુ લેબોરટેરીના ટેસ્ટ મુજબ આ બ્લોકની મજબૂતાઇ 27.33ની છે. જે કામના ધારાધોરણ મુજબ બરાબર નથી. વળી બ્લોક ઉચા-ાીચા ફીટ થયા છે. કામ કરનારી એજન્સીના કામમાં પણ ગોટાળા છે.
તે મુજબની ફરિયાદ આ વિસ્તારના રહેવાસી લલ્લુભાઇ રેલડીયાએ મ્યુ.કમિશનર સમક્ષ કરીને તત્કાલ યોગ્ય કાર્યાવાહી કરીને પગલા લેવા જણાવ્યું છે જો ત્વરિત પગલા નહીં લેવામાં આવે તો આગળ ઉપર રજૂઆત કરવા પણ ચીમકી આપી છે.
આ રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે બ્લોકમાં કલર વેરિયિકેશન પણ ખુબ જ છે. ઘણા ખરા બ્લોક પણ ટૂટી ગયેલા છે એટલે કે થોડા ટુકડા નિકળી ગયેલા છે. બે બ્લોકની વચ્ચે ઘણા સ્થળે વધુ પડતી જગ્યા છે. જે કામને નબળું બનાવે છે. મહાનગરપાલિકાએ ફાળવેલા ભંડોળને યોગ્ય ઉપયોગ થતો ન હોય તેવું લાગે છે.
હાલમાં શેરી નં.12 અને 13ના રહેવાસીઓએ ભેગા મળીને કામને અટકાવી દીધું છે. જેથી મ્યુ.કમિશનર સ્થળ પર આવીને રૂબરૂ નિરીક્ષણ કરીને નિર્ણય કરી શકે. મહાપાલિકાએ ફાળવેલા નાણાનો દુરઉપયોગ ન થાય એ અમારો હેતુ છે તેમ જણાવી સત્વેર યોગ્ય પગલા લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.