તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વીજ બીલો ભરી ચીટિંગ કરતી ટોળકીમાં પોલીસ પુત્રની સંડોવણી

ભાવનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શહેરના નવાપરા જુની પોલીસ લાઈનમાં રહેતા વિરભદ્રસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત 6ને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યા

દેશભરમાં લોકોના ક્રેડિટ કાર્ડ પરથી અલગ-અલગ વીજ કંપનીના ગ્રાહકોને શોપિંગ વાઉચરના નામે વીજબીલો ભરી આપી કરોડોની ચીરીંગ કરતી ઝારખંડની જામતારાની ટોળકીનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ટોળકીમાં સામેલ ભાવનગરના પોલીસપુત્ર સહિત કુલ 6 શખ્સોને સાઈબર ક્રાઈમે ઝડપી પાડ્યાં છે. ગ્રાહકોને શોપિંગ વાઉચરની લાલચ આપી, લોભામણી વાતો કરી ક્રેડિટ કાર્ડ અને જન્મ તારીખનું વેરિફિકેશન કરાવી લોકોના ક્રેડિટ કાર્ડથી અલગ-અલગ વીજ કંપનીના ગ્રાહકોના વીજ બીલો ભરી કરોડોની ચિટિંગ કરતી ઝારખંડની જમતારા ગેંગનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે.

આ ટોળકીના સુત્રધાર જિતેન્દ્ર ઉર્ફે રાહુલને સાઈબર ક્રાઈમ અને કતારગામ પોલીસે જમતારાથી ઝડપી પાડ્યો હતો. જ્યારે આ ગેંગમાં જીતેન્દ્ર સિવાય અન્ય 4 આરોપીઓ સુરતના તથા એક ભાવનગરના નવાપરા જુની પોલીસ લાઈનમાં રહેતો પોલીસપુત્ર વિરભદ્રસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાને પણ ઝડપી પાડતા સુરત અને અમદાવાદના કુલ પાંચ ગુનાઓ ઉકેલવામાં પોલીસને સફળતા મળી હતી. આ ટોળકી છેલ્લા અઢી મહિનામાં દેશભરના અલગ-અલગ કુલ રૂ. 3.67 કરોડના કુલ 2245 વીજબીલો બીજાના ક્રેડિટ કાર્ડથી ભર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

જેમાં સૌથી વધારે ગુજરાતમાં 2113 બીલો ભરાયા છે. આ સિવાય આ ટોળકીએ પંજાબમાં 113, હરિયાણામાં 11, રાજસ્થાનમાં 5, ઉત્તરપ્રદેશમાં 2 અને મહારાષ્ટ્રમાં 2 બીલો ભર્યા હતા. સોશીયલ મીડીયા પ્લેટફોર્મ ઉપર આવા અનેક ગ્રુપો ચાલતા હોય એમાંથી આ ટોળકીનો પર્દાફાશ કરવામાં સુરત પોલીસને મોટી સફળતા મળી હતી.

સોશીયલ મીડીયાના ગૃપમાં થઈ ઓળખાણ
વોટસએપ અને ટેલીગ્રામ પર બીલ કનેકશનના દેશ વ્યાપી ગૃપો બનેલા છે. ગૃપમાં વિરભદ્રસિંહની જોડે હરિયાણાના અક્ષયએ જીતેન્દ્ર મંડલની ઓળખાણ કરાવી હતી. પછી જીતેન્દ્રએ વિરભદ્રસિંહને ઊંચુ કમિશન આપવાની લાલચ આપી હતી. પહેલા વિરભદ્રસિંહ લીંગલ બીલ કનેકશનનું કામ કરતો તેમાં 2 થી 3 ટકા કમિશન મળતું અને જયારે ટોળકીમાં તેને 17 ટકા કમિશન મળતું હતું. ટોળકી ઝારખંડની નજીકના ગામડાઓમાં ગરીબ માણસોને કમિશન આપવાની વાત કરી બેંકમાં ખાતાઓ ખોલાવે છે.

જામતારાની ટોળકી ઝારખંડની નજીકના ગામડાઓમાં ગરીબ માણસ હોય તેવા લોકોને કમિશન આપવાની વાત કરી બેંકમાં ખાતાઓ ખોલાવે છે પછી ચીટીંગની જમા થયેલી રકમના 5 ટકા કમિશન આપી દેતા હોય છે. આ ટોળકીના અલગ અલગ 115 બેંક એકાઉન્ટો છે અને તેમાં પોલીસે 59.93 લાખની રકમ ફ્રીઝ કરી છે. વેસ્ટબંગાળ, ઝારખંડ અને દિલ્હીમાં ટોળકી બીજાના નામના ખાતાઓ ઉપયોગ કરે છે.

પોલીસ પુત્રની એક માર્ક માટે પોલીસમાં ભરતી ન થઈ
વિરભદ્રસિંહ ઝાલાનો પિતા ધર્મેન્દ્રસિંહ ઝાલા ભાવનગર પોલીસમાં હેડ કોસ્ટેબ્લ છે. ખુદ આરોપી વિરભદ્રસિંહએ પણ 3 વર્ષ પહેલા પોલીસમાં ભરતી થવા પરીક્ષા આપી હતી. જો કે તેનો એક માર્ક ઓછો આવતા તે પોલીસમાં ભરતી થતા રહી ગયો હતો.

જામતારાની ગેંગ સાથે સામેલ આરોપીઓના નામો
વિરભદ્રસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા(29)(રહે, જુની પોલીસ લાઇન, નવાપરા, ભાવનગર), મેહુલ ઝવેર કાકડીયા(28)(રહે, જ્ઞાન પ્રવાહ એપાર્ટ, સીંગણપોર, મૂળ રહે, બોટાદ), યશ ભરત ભુપતાણી(24)(રહે, સ્ટાર પેલેસ, અમરોલી, મૂળ રહે, સાવરકુંડલા, અમરેલી), મનીષ દેવરાજ ભુવા(34)(રહે, શાંતિનગર-1, કતારગામ, મૂળ રહે, પીપળીયા, અમરેલી), મિલન હરસુખ ચોવટીયા(22)(રહે, હરીહરી સોસા, કતારગામ, મૂળ રહે, જામકંડોળા, રાજકોટ), જીતેન્દ્ર ઉર્ફે રાહુલ ટેકલાલ મંડલ(રહે, પંદનીયા, ઝારખંડ)

અન્ય સમાચારો પણ છે...