દરખાસ્ત:નિંગાળા રેલવે સ્ટેશન પર પાંચ ટ્રેનને સ્ટોપ આપવા રજુઆત

ભાવનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • નિંગાળાના બદલે ધોળા અથવા બોટાદથી મળતો લાભ
  • ભાવનગર-બોટાદ વચ્ચે આવેલા નિંગાળા જં.થી અનેક ગામોને મળતી સુવિધા બંધ થઇ

ભાવનગર અને બોટાદ વચ્ચે નિંગાળા જંકશન આવેલુ છે, અગાઉ મીટર ગેઝ લાઈન ચાલુ હતી, ત્યારે નિંગાળા સ્ટેશન પર વેરાવળ-અમદાવાદ (સોમનાથ મેલ), ભાવનગર-અમદાવાદ (ઇન્ટરસીટી), ભાવનગર-સુરેન્દ્રનગર (મેલ) અને ભાવનગર –ઓખાના સ્ટોપ હતા આજે આ તમામ ટ્રેનોના સ્ટોપ ઉઠાવી લીધેલ છે. જેના કારણે નિંગાળા અને આજુબાજુના અનેક ગામોના લોકોને બહાર જવા આવવા માટે ખુબ જ અગવડતાનો સામનો કરવો પડે છે.

નિગાળા ગામ અને તેની આજુબાજુના અનેક ગામોને રાજ્ય ધોરી માર્ગ કે રાષ્ટ્રીય ધોરી માર્ગ લાગુ પડતો નથી, જેથી આ વિસ્તારના લોકોને માર્ગ પરિવહન માટે કોઇ વિકલ્પ નથી અને આ વિસ્તારમા મુખ્ય બે વ્યવસાય છે ખેતી અને હીરા, ખેતી માટે બોટાદ અને ભાવનગર તેમજ હિરા વ્યવસાય માટે ભાવનગર,બોટાદ, સુરત અને મુંબઈ નિયમિત મુસાફરી રહે છે.

જ્યારે નિંગાળા ગામને જંકશન જેવી સરકારી સુવિધા ઉપલબ્ધ કરવામા આવી છે છતા આ વિસ્તારના મુસાફરોને નિંગાળા જંકશનથી મુસાફરી શરુ કરવાને બદલે બોટાદ 19 કીમી અને ધોળા જંકશન 25 કીમી જવુ પડે છે અને બોટાદ કે ધોળા જવા માટે પણ કોઇ ખાસ સરકારી બસની કે ખાનગી વાહનની નિયમિત સુવિધા ઉપલબ્ધ નથી તેના કારણે આ વિસ્તારના લોકો ખુબ પરેશાની ભોગવી રહ્યા છે.

આ વિસ્તારના લોકોની સતત માંગણી રહી છે કે મહુવા-સુરત,ભાવનગર-બાંદ્રા,બાંદ્રા-મહુવા,બાંદ્રા-પાલીતાણા તથા કાંકીનાડા-ભાવનગર ટ્રેનોને નિંગાળા સ્ટેશન પર સ્ટોપ આપવામાં આવે તો મોટી રાહત મળશે, આ વાજબી માંગણીને ગ્રાહ્ય રાખી આ તમામ ટ્રેનોનો સ્ટોપ નિંગાળાને આપવામાં આવે તે અંગે તાકીદે કાર્યવાહી કરવા ગુજરાત પ્રદેશના પ્રવકતા મનહર પટેલે રેલવે રાજય મંત્રી દર્શનાબેન જરદોશને રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...