તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોજગારીનો પ્રશ્ન:જહાંગીર મીલની જગ્યામાં ત્રણ પાર્ક સ્થાપવા રજૂઆત, જેમ્સ જ્વેલરી, એપેરલ અને IT પાર્ક સ્થાપો

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા GIDCના MD સમક્ષ રજૂઆત કરાઈ

સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભાવનગર ખાતે શહેરની મધ્યમાં આવેલ જહાંગીર વકીલ મીલ વાળી જગ્યા જેનું ક્ષેત્રફળ 6.5 હેકટર છે. તેમાં જેમ્સ એન્ડ જવેલેરી, એપેરેલ અને આઇ.ટી.પાર્કની સ્થાપના કરવા માટે રજુઆત કરવામા આવેલ છે. આ જગ્યાના કેરટેકર તરીકે જીઆઇડીસી છે.

ઉપરોકત જગ્યામાં જેમ્સ એન્ડ જવેલેરી, એપેરેલ અને આઇ.ટી.પાર્કની સ્થાપના થઇ શકે તેમ છે
આ જગ્યામાં અગાઉ જેમ્સ એન્ડ જવેલેરી પાર્કની સ્થાપના કરવા માટે ચર્ચા-વીચારણા થયેલ પરંતુ તેનુ અમલીકરણ થયેલ નથી .તેથી આ જગ્યા લાંબા સમયથી બિનઉપયોગી પડી રહેલ છે અને આ જગ્યામાં ગેરકાયદેસર દબાણો અને અવર-જવર પણ થઇ રહેલ છે.ભાવનગર જિલ્લો ઔદ્યોગિક રીતે ખુબજ પછાત છે અને બેરોજગારીની સમસ્યા પણ વિક્ટ છે. ઉપરોકત જગ્યામાં જેમ્સ એન્ડ જવેલેરી, એપેરેલ અને આઇ.ટી.પાર્કની સ્થાપના થઇ શકે તેમ છે. આ જગ્યા શહેરની મધ્યમાં અને એસ.ટી ડેપો તથા રેલ્વે સ્ટેશનથી પણ તદ્દ્ન નજીક હોવાથી લોકોને અને તેમાય ખાસ કરીને મહિલાઓને તેમજ બહારથી આવતા લોકો અને અધિકારીઓને પણ ખુબજ સુવિધાયુક્ત રહે. તેથી આ જગ્યામા ત્રણેય પાર્કની સ્થાપના કરવામાં આવે તો ભાવનગરના ઔદ્યોગિક વિકાસની સાથે સાથે રોજગારીનો પ્રશ્ન પણ થોડા અંશે હલ થઇ શકે. આ બાબતમા સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા ચેમ્બર દ્વારા જી.આઇ.ડી.સી.ના મેનેજિંગ ડાયરેક્ટરને રજુઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...