તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ભજીયાના પ્રોગ્રામમાં પરિચય કેળવી આધેડને હનિટ્રેપમાં ફસાવ્યા

ભાવનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગારિયાધારના પરવડી ગામે હનીટ્રેપના 3 આરોપીઓ જબ્બે

ગારિયાધારના પરવડી ગામે રહેતા એક આધેડ પરવડી ગામે દોઢેક વર્ષ પહેલાં ભજીયાનો પ્રોગ્રામ હતો ત્યારે અલ્પેશ મુકેશભાઈ રાઠોડ(રહે. ગઢેચી વડલા, ભાવનગર)નો પરિચય થયો હતો અને આ શખ્સે આધેડ સાથે વાતચીત કરી પરિચય કેળવી પોતે એન્જોય કરાવવાનો ધંધો કરતો હોવાનું ઓળખ આપી હતી જે બાદ આજથી 15 દિવસ પૂર્વે તેણે આધેડને ફોન કરીને એન્જો કરવો છે તેવી ઓફર કરી પરંતુ આધેડે ના પાડી.

જે બાદ આધેડની ના છતાં ગત તા. 1/6ના રોજ રાત્રે બાર એક વાગ્યે અલ્પેશ અને એક મહિલા તેમના ઘરે આવ્યા અને તે બાદ અન્ય બે ઈસમો પણ તેમના ઘરમાં આવી આધેડને રૂમમાં બંધ કરી માર મારી આધેડનું નાઈટ પેન્ટ ઉતારી નાખ્યું જ્યારે મહિલાએ જાતે પોતાના કપડાં ઉતારી નાખ્યા અને ધમકી આપી કે બે લાખ રૂપિયા આપ નહીતર રેપના કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી રૂ. 1,58,000 પડાવ્યા હતા.

એ પછી ગત તા. 6/6 અને તા. 9/6ના રોજ અનુક્રમે અલ્પેશ અને યુવરાજસિંહનો ફોન આવેલો અને વધુ 1,50,000ની માંગણી કરતા આધેડે પોલીસ ફરિયાદ કરી હતી. જેના આધારે ગારિયાધાર પોલીસે ટ્રેપ ગોઠવી પૈસા લેવા આવેલા અલ્પેશભાઈ મુકેશભાઈ રાઠોડ (રહે.ગઢેચી વડલા શિવમનગર), યુવરાજસિંહ ગટુભા ગોહિલ (રહે તણસા), વિશ્વરાજસિંહ ગણપતસિંહ સરવૈયા (રહે.ચોક તા.જેસર) ઈન્ડીકા કાર લઈને પરવડી ખાતે આવતા આ ત્રણેય આરોપીને ઝડપી પાડયાં હતાં.

આ ગ્રુપમાં વધુ બે આરોપી હરપાલસિંહે કનકસિંહ ચુડાસમા (રહે. નારી ચોકડી) તેમજ માયાબેન ભરતભાઈ ડોડિયા (રહે. તળાજા જકાતનાકા ભાવનગર) ફરાર છે. આ ત્રણેય આરોપી પાસેથી પોલીસે કુલ રૂપિયા 70,000નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...