ગૌરવ:KBCના સેટ ઉપર ભાવેણાના યુવાનની બચ્ચન સાથે મુલાકાત

ભાવનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્લાઇન્ડ ફોલ્ડેડ વંડરબોય જીત ત્રિવેદીએ પોતાની સિદ્ધિઓની વાત કરી

ભાવનગરનો નવયુવાન જીત ત્રિવેદી કે જે બ્લાઇન્ડ ફોલ્ડેડ વંડરબોય તરીકે જાણીતો છે. જીત બંધ આંખે 7 વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. મુંબઈ ખાતે અમિતાભ બચ્ચન સાથે પોતાના વર્લ્ડ રેકોર્ડની વાતો જીતે કરી અને હાલમા જીતનો ફૂલ પેઈજ આર્ટિકલ જી કે બુક મા આવેલ તે બુક મા ઓટોગ્રાફ મેળવ્યો છે.

KBCના સેટ પર VIP બોક્સમા બેસી પુરા એપિસોડનુ લાઈવ શૂટિંગ જોવા ભાવનગરના યુવાનને તક આપવામાં આવી હતી. એ અનુભવ વાગોળતા જીત જણાવે છે કે, અમિતાભ બચ્ચન સાથેની મારી એ યાદગાર પળ મારા અને સમગ્ર ભાવનગર જિલ્લા માટે ગૌરવરૂપ રહેશે. જીત પાલિતાણા પાસેના આદપરગામનો છે. ગણપતી મહોત્સવમાં તે મુંબઇ ગયેલ ત્યાં રાજભાઇને જીતની વિશેષતામાં રૂચી થઇ ત્યાં તેમના પત્ની નવનીતજીએ KBC માં જવાની વ્યવસ્થા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...