ભરતી:GPSC દ્વારા 10 એપ્રિલથી 3 દી'માં અધિકારીની ભરતી માટે ઇન્ટરવ્યૂ

ભાવનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇએસઆઇસીમાં ડેપ્યુટી ડાયરેક્ટરની જગ્યા પણ ભરાશે
  • પહેલા બે દિવસ 15 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવાશે

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા સેક્શન ઓફિસરની 38 જગ્યા માટે ઇન્ટરવ્યૂની પ્રક્રિયાની તારીખ જાહેર કરી છે. આયોગ પોતાની મુખ્ય ઓફિસ ખાતે 10, 11 અને 12 એપ્રિલે તમામ 44 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેશે. જેમાં પહેલા બે દિવસ 15 ઉમેદવારો રહેશે, જ્યારે ત્રીજા દિવસે 14 ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લેવાશે. ઇન્ટરવ્યૂ માટેનો સમય સવારે 11 વાગ્યાનો રહેશે.

આ સાથે જ આયોગે ઇએસઆઇસીમાં ડેપ્યુટી ડાયરેક્ટરની 1 જગ્યા માટેની ભરતી માટે પણ ઇન્ટરવ્યૂની જાહેરાત કરાઇ છે. આ ઇન્ટરવ્યૂ 6 એપ્રિલે સવારે 11 વાગ્યાથી લેવાશે. ઇન્ટરવ્યૂ માટે કુલ 3 ઉમેદવારોને બોલાવાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ટવ્યૂની પ્રક્રિયામાં ગોપનીયતા જળવાઇ રહે તે માટે આયોગ દ્વારા કોને ઇન્ટરવ્યૂમાં પેનલિસ્ટ તરીકે બોલાવાયા છે.

અને ક્યાં અધિકારી ક્યા ખંડમાં બેસશે તેની સંપુર્ણ ગોપનીયતા રાખવામાં આવે છે. ઉપરાંત ઉમેદવારોને ઇન્ટરવ્યૂ આપવા માટે ખંડની ફાળવણી પણ ડ્રો દ્વારા કરાય છે. જેથી ઇન્ટરવ્યૂની સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે ઉમદવારોના હિતમાં વ્યવસ્થા કરાય છે. આવનારા સમયમાં યોજાનારા તમામ ઇન્ટરવ્યૂ માટે આયોગ દ્વારા એક સરખા નિયમો જ લાગુ કરવામાં આવે છે.

આમ GPSC દ્વારા 10 મી એપ્રિલથી સેકશન ઓફીસરની ભરતી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે સાથે અન્ય વિભાગમાં પણ ભરતીની પ્રક્રિયા માટે ઇન્ટરવ્યુ લેવામાં આવશે આ ઇન્ટરવ્યું માટેનો સમય સવારના 11 વાગ્યાનો રહેશે. ઇન્ટવ્યૂની પ્રક્રિયામાં ગોપનીયતા જળવાઇ રહે તે માટે આયોગ દ્વારા કોને ઇન્ટરવ્યૂમાં પેનલિસ્ટ તરીકે બોલાવાયા છે

અન્ય સમાચારો પણ છે...