બહુમાન કાર્યક્રમ:લાઇફ સાયન્સ ભવનના તેજસ્વી સંશોધકની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પસંદગી

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટી ભવન ખાતે બહુમાન કાર્યક્રમ યોજાયો

ડૉ. ઇમ્તિયાઝ બેલીમ હાલ માંગરોળ ખાતે ફિશરીઝ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. જેઓએ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના લાઇફ સાયન્સ ભવનમાં પ્રાણીશાસ્ત્ર વિષયમાં \"પોપ્યુલેસન ઇકોલોજી ઓફ મરિન ક્રેબ, દીવ,ઈંડિયા\" શીર્ષક અંતર્ગત ડૉ. ભારતસિંહ ગોહિલ,અધ્યક્ષ, લાઇફ સાયન્સ ભવનના માર્ગદર્શન હેઠળ સંશોધન કાર્ય કરેલું. તેઓએ રિસર્ચ ક્ષેત્રે કારકિર્દી આગળ ધપાવતાં તેઓના સંશોધનને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા અને પસંદગી મળી છે.

આ સંશોધન તળે 10 જેટલા આંતરરાષ્ટ્રીય શોધપત્ર તેમજ \" મોનોગ્રાફ ઓફ મેરિન ક્રેબ" પુસ્તક પ્રકાશિત થયું હતું. આ પુસ્તક વિમોચન ઇન્ટરનેશનલ કોન્ફરન્સ \"પનોરોમાં ઓફ લાઇફ સાયન્સ\"2020 ભવનના યજમાન પદે યોજાયું હતું તેમાં થયેલા સંશોધન કારકિર્દી આગળ વધારતા તેઓ ફેકલ્ટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, યુનિવર્સિટી ઓફ ટારટુ, ઇસ્ટનીયા, યુરોપ, ઇસ્ટનીયન મરિન ઇન્સ્ટિટ્યૂટ માં \"ટેસ્ટ ઓન ઇકો ફીજીઓલોજી એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધી ઇન્વેસીવ ક્રેબ રિથરોપેનોપીએસ હેરીસી એન્ડ ઇટ્સ ઇમપેક્ટ્સ ઓન હેબીટાટ ફોર્મિંગ સ્પીસીસ ફોર સ્ટેટઝીક બાલટિક સી મેનેજમેન્ટ પ્લાનિંગ "શીર્ષક અંતર્ગત પોસ્ટ ડૉક્ટરેટ માટે પસંદગી પામી સમગ્ર ગુજરાત અને મહારાજા કૃષ્ણ કુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગરનું ગૌરવ વધારેલ છે. ભવન ખાતે તેઓનું સૌ વિદ્યાર્થીઓ અને અધ્યાકો સાથે બહુમાન સાથે શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...