હુકુમ:જિલ્લામાં એકસાથે 66 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી

ભાવનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહીવટી કારણોસર બદલી ​​​​​​​કરાઇ​​​​​​​, એક જ ​​​​​​​સ્થળે 5 વર્ષ પૂરાં થયાં હોય તેવા કર્મચારીની બદલી
  • જિલ્લા​​​​​​​ ​​​​​​​પોલીસવડાએ બદલીના ઓર્ડર આપ્યા

ગુરૂવારે સાંજના સમયે જિલ્લા પોલીસવડાની કચેરીએથી એકીસાથે 65 પોલીસ કોન્સ્ટેબલ અને 1 એએસઆઈની બદલી થ‌વાના આદેશ છુટતા પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો હતો. વહીવટી કારણોસર આ બદલી થઈ હોવાનું જણાવાઈ રહ્યું છે જ્યારે બીજી તરફ એવી પણ ચર્ચા છે કે, ચુંટણી નજીક આવી રહી છે ત્યારે એક જ પોલીસ મથકમાં પાંચ વર્ષથી વધારે સમયથી હોય તેવા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. સૌથી વધારે હેડક્વાર્ટરમાંથી 25 કર્મચારીની બદલીના ઓર્ડર અપાયા છે.જિલ્લા પોલીસવડા રવિન્દ્ર પટેલે જિલ્લાના 66 પોલીસ કર્મચારીની બદલીના આદેશ આપ્યા છે.

જેમાં 5 મહિલા પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. આ બદલીમાં સૌથી વધારે હેડક્વાટરમાંથી 25 પોલીસ કર્મચારીની, જ્યારે અલંગ પોલીસ, બોરતળાવ પોલીસ અને ટ્રાફિક પોલીસમાંથી 10-10 કર્મચારીઓની બદલી કરવામાં આવી છે. વહીવટી કારણોસર આંતરિક બદલી કરવામાં આવી હોવાનું જિલ્લા પોલીસવડાએ જણાવ્યું છે. જ્યારે બીજી તરફ એવી પણ ચર્ચા થઈ રહી છે કે, ચુંટણી નજીક આવી રહી છે ત્યારે એક જ પોલીસ સ્ટેશનમાં પાંચ વર્ષથી વધારે સમય થયો હોય તેમની બદલી કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં પહેલીવાર એકીસાથે આટલા પોલીસ કર્મચારીઓની બદલીના ઓર્ડર થયાં છે.

અન્ય સમાચારો પણ છે...