માગણી:ઇન્ટરસિટી ટ્રેનને હરિદ્વાર સુધી સાંકળી શકાય : કોચ જોડવા પડે

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગર-અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેનથી થઇ શકે ફાયદો

ભાવનગરની જનતા લાંબા સમયથી હરિદ્વાર અને દિલ્હીની ટ્રેન માટેની માંગણી કરી રહી છે. હવે ભાવનગર-અમદાવાદ વચ્ચે ઇન્ટરસિટી ટ્રેનનો પ્રારંભ થઇ રહ્યો છે, તેમાં સ્લીપર, થ્રી ટાયર એ.સી. કોચ જોડવામાં આવે તો અમદાવાદથી હરિદ્વાર, દિલ્હીની ટ્રેનના કનેકશન આસાનીથી મળી શકે તેમ છે.

ભાવનગરથી ઇન્ટરસિટી ટ્રેન સવારે 6 વાગે ઉપડવાની છે અને સાબરમતી (અમદાવાદ) ખાતે સવારે 10.30 વાગે પહોંચશે. આ જ સ્ટેશનેથી અમદાવાદ-દિલ્હી-હરિદ્વારની યોગા એક્સપ્રેસ ટ્રેન સવારે 11 વાગે ઉપડે છે. ભાવનગર-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસમાં સ્લીપર અને થ્રી ટાયર એ.સી. કોચ જોડવામાં આવે તો, આ કોચને સાબરમતિમાંથી અમદાવાદ-દિલ્હી-હરિદ્વાર ટ્રેનમાં જોડી શકાય તેમ છે.

ભાવનગરથી ઉપડતી તમામ ટ્રેનો માટે હવે ઇલેકટ્રિફિકેશન ચાલુ થઇ ગયુ છે, તેથી અમદાવાદ સુધીની લાંબા અંતરની ટ્રેનોનો લાભ ભાવનગરને મળવો જરૂરી છે.\nદિલ્હી હરિદ્વાર ટ્રેન માટે અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેનમાં એક કોચ જોડવા માટે રેલવે પેસેન્જર ગ્રુપના હરૂભાઈ સંઘવીએ પણ માગણી કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...