પરીક્ષા:આગામી 7મી ફેબ્રુઆરીએ લેવાશે પ્રખરતા શોધ કસોટી, 100-100 માર્કસના બે પ્રશ્નપત્ર સાથે પરીક્ષા લેવાશે

ભાવનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના ફોર્મ તા.6 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર દરમિયાન ભરવામાં આવશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.9ના વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટે આયોજિત કરવામાં આવતી પ્રખરતા શોધ કસોટી તા.7 ફેબ્રુઆરી,2022ના રોજ લેવામાં આવશે. પ્રખરતા શોધ કસોટીના ફોર્મ તા.6 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર દરમિયાન ઓનલાઇન ભરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. આ પરીક્ષમાં ઓએમઆર શીટમાં બારકોડ સ્ટિકરનો ઉપયોગ કરવામાં આવશે. વિદ્યાર્થીઓની હાજરી માટે ધો.10 કે ધો.12ની બોર્ડની પરીક્ષામાં વાપરવામાં આવતા ઝીરો-વન પત્રકના નમૂના હાજરી પત્રકનો ઉપયોગ કરવામાં આવશે.

પરીક્ષા પૂર્ણ થયા બાદ ઓએમઆર શીટ જમા કરાવવા માટે બોર્ડ દ્વારા સ્વીકાર કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવશે. આ પરીક્ષામાં બે પેપર લેવામાં આવશે. જેમાં પ્રથમ પેપરમાં 100 ગુણ હશે અને 100 પ્રશ્નો પૂછાશે. જેમાં ગુજરાતીના 30, અંગ્રેજીના 30, સામાજિક વિજ્ઞાનના 30 અને સામાન્ય જ્ઞાનના 10 મળીને 100 પ્રશ્નો રહેશે. કુલ બે કલાક મળશે. જ્યારે બીજું પેપર પણ 120 મિનિટના સમયગાળા માટે લેવાશે. જેમાં ગણિતના 40, વિજ્ઞાનના 40 અને માનસિક ક્ષમતાના 20 મીને 100 પ્રશ્નો પૂછવામાં આવશે. તેના ગુણ 100 રહેશે.

આ અંગે બોર્ડના પ્રતિનિધિ રાજુભાઇ ભટ્ટે જણાવ્યું છે કે આ પરીક્ષા ઓએમઆર પદ્ધતિએ લેવાશે. આ કસોટીના પેપરમાં 1થી 100 પ્રશ્નો આપેલા હોય છે. તમામ પ્રશ્નો ફરજિયાત હોય છે. દરેકનો એક ગુણ હોય છે. પ્રત્યેક ખોટા જવાબ બદલ 1/3 ગુણ કપાશે. પ્રખરતા શોધ કસોટીનો કોર્સ ધો.9 પ્રમાણે રહેશે. પેપર-1 માટે સમય સવારે 11થી 1 અને બાદમાં એક કલાકનો રિસેસ રહેશે જ્યારે બીજા પેપરનો સમય બપોરના 2થી 4 સુધીનો રહેશે. પરિણામમાં પ્રથમ 1000 તેજસ્વી તારલાઓને વિદ્યાર્થી દીઠ રૂ.1000 ઇનામ અપાશે.

અન્ય સમાચારો પણ છે...