તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચકાસણી:પાકિસ્તાનમાં ડેડ વેસલ મુકીને અલંગ આવેલી ટગમાં ઇન્ટેલિજન્સનું ચેકિંગ

ભાવનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વિવાદાસ્પદ શીપ જે-નાટને ખેંચીને ટગ ગદાણી ગઇ હતી

વિવાદાસ્પદ જહાજને ખેંચી અને પાકિસ્તાન મુકવા ગયેલી સપ્લાય ટગ અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં ભંગાવા માટે આવતા જ ઇન્ટેલિજન્સની ટુકડી ચકાસણી માટે આવી હતી અને સમગ્ર ટગની તલસ્પર્શી ચકાસણી કરી અને પ્રવાહી નમુના લેવામાં આવ્યા હતા.અલંગના પ્લોટ નં.85 ડાયનેમિક શિપ રીસાયકલર્સ પ્રા. લિ. દ્વારા આ જહાજને ખરીદવામાં આવ્યુ હતુ. ભાવનગર એન્કરેજ પર આ જહાજ આવી પહોંચતાની સાથે જ ડાયરેક્ટોરેટ રેવન્યૂ ઇન્ટેલિજન્સ અને કસ્ટમ્સની ટુકડી તેના પર ગઇ હતી.

જે-નાટ જહાજમાં જોખમી કચરો અને મરક્યુરી હતુ તેથી આ ટગમાં પણ તેવા તત્વો સામેલ છે કે કેમ તેની ચકાસણી કરાઇ હતી અને નમુના પણ લેવામાં આવ્યા હતા અને પરિક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા છે. જહાજ પાકિસ્તાન નજીક જઇને આવેલું છે તેથી તેના પર હંમેશા ઇન્ટેલિજન્સની બાજ નજર હોય છે, તેથી આખા જહાજને ચેક કરાયુ હતુ. ડેડ વેસલ જે-નાટમાં જોખમી કચરો મોટા જથ્થામાં હોવાની બાબતો સપાટી પર આવતા આંતરરાષ્ટ્રીય સ્તરે તેનો જબરો વિરોધ થવા લાગ્યો હતો અને બાંગ્લાદેશ પહોંચી ગયેલા જહાજને અંતિમ ખરીદનારે નકારી કાઢ્યુ હતુ.

બાદમાં આ જહાજ ઇન્ડોનેશિયા થઇ અને ટગ સી-કાસ તેને ખેંચીને લાવી રહી હતી. જે-નાટને અલંગમાં વેચવાની પેરવી ઘડાઇ રહી હતી, તેવા અરસામાં મીડિયામાં તેના અહેવાલો પ્રસિધ્ધ થતા અંતિમ ખરીદનાર કોઇ મળ્યો ન હતો, અને લાંબો સમય સુધી ટગ અને ડેડ વેસલ મુંબઇની સામેના આંતરરાષ્ટ્રીય જળ સીમામાં રાખવામાં આવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...