અભિનંદન:"ડિઝિટલ ડસ્ટબિન' પ્રોજેક્ટ માટે છાત્રને ઇન્સ્પાયર એવોર્ડ

ભાવનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઇનોવેશન ફાઉન્ડેશન ઇન્ડિયા દ્વારા એવોર્ડ
  • પાલિતાણાની ચ.મો.વિદ્યાલયમાં અભ્યાસ કરતા હર્ષજીત પ્રબતાણીની પસંદગી થઇ

"ડિઝિટલ ડસ્ટબિન" પ્રોજેક્ટ માટે પાલિતાણાની ચ.મો.વિદ્યાલય હાઇસ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પ્રબતાણી હર્ષજીત અમિતભાઇની પસંદગી ભારત સરકાર તથા નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન ઇન્ડિયા દ્વારા વિજ્ઞાનના પ્રયોગો માટે ઇન્સ્પાયર એવોર્ડ માટે કરવામાં આવી છે. ભારત સરકાર તથા નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન ઇન્ડિયા દ્વારા વિજ્ઞાનના પ્રયોગો માટે ઇન્સ્પાયર એવોર્ડ આપવામાં આવતો હોય છે. જેમાં દેશભરમાંથી સારા પ્રોજેક્ટ માટે રૂપિયા 10,000નું રોકડ પુરસ્કાર આ એવોર્ડ અંતર્ગત આપવામાં આવે છે.

આ સ્પર્ધામાં પાલિતાણાની ચ. મો. વિદ્યાલય હાઇસ્કુલમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પ્રબતાણી હર્ષજીત અમિતભાઈનો પ્રોજેક્ટ એવોર્ડ માટે પસંદ કરવામાં આવેલ છે.આ રકમ શાળાના વૈજ્ઞાનિક સાધનો માટે વાપરવાની હોય છે. શાળાના વિદ્યાર્થીએ શિક્ષક જીગ્નેશભાઈ વ્યાસના માર્ગદર્શન નીચે "ડિજિટલ ડસ્ટબિન" પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. તેમણે આ એવોર્ડ ની રકમ તેના વાલી સાથે શાળાના આચાર્ય ઘનશ્યામસિંહ રાઠોડને જમા કરાવી હતી. શાળાએ વિશેષ સિધ્ધિ માટે વિદ્યાર્થી અને વાલીને અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...