તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાવનગર:GSTમાં ઇન્સપેક્ટર રાજ પર હવે આવી શકે છે અંકુશ, GSTની કલમ 129-130માં સુધારો થયો

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ઇ-વે બિલ અંગે વેપારીઓને GSTના અધિકારીઓ દ્વારા થતી હતી કનડગત

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) અમલમાં આવ્યો ત્યારથી અનેક અસમંજસતાઓને કારણે વેપારીઓ હેરાન થઇ રહ્યા હતા. જીએસટીની કલમ 129-130માં સુધારો કરવામાં આવતા હવે ઇન્સપેક્ટર રાજ પર બ્રેક લાગી શકે છે. કલમ 129-130નો ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરવો તેની યોગ્ય સ્પષ્ટતા નહીં હોવાથી જીએસટીના અમલીકરણ બાદ વેપારીઓને હેરાનગતિ થઇ રહી હતી.જીએસટીનું ઇ-વે બિલ બનાવ્યુ ન હોય તેવી ગાડી પકડાય તો 130 તળે કાર્યવાહી કરવામાં આવતી હતી.

ઇ-વે બિલ બનાવ્યુ હોય અને તેમાં ખામી હોય તો 129 તળે કાર્યવાહી થતી હતી. કેટલાક અધિકારીઓ કલમ 130 તળે માલ અને ગાડી જપ્ત કરવાની ચીમકી આપતા હતા.વેપારીઓ દ્વારા જીએસટી કાઉન્સિલ સમક્ષ 129 અને 130 કલમમાં સુધારો કરવા માટે લાંબા સમયથી માંગણી કરવામાં આવી રહી હતી. બજેટમાં તેની સ્પષ્ટતા કરવામાં આવતા વેપારીઓમાં રાહતની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો