રસીકરણ થશે તો જ કોરોના જશે:કોરોનાની ત્રીજી લહેર સામે અસુરક્ષિતતા શહેરમાં 77% યુવાનો રસી વિહોણા

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 137 થઇ ગઇ, હોસ્પિટલોમાં 83 ટકા બેડ ખાલી
  • ભાવનગરમાં કુલ 4 નવા પોઝિટિવ કેસ મળ્યા, 11 દર્દીઓ થયા કોરોનામુક્ત, રિકવરી રેઇટ 98 ટકા

ભાવનગરમાં પણ રોજિંદા કોરોનાનાં કેસની સંખ્યા ઘટી છે. છેલ્લા ઘણા સમયથી કેસ એકાકી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે. પરંતુ જેમ કેસ ઘટી રહ્યા છે તેમ રસીકરણ પણ ઘટી રહ્યું છે. ભાવનગર શહેર માં અંદાજે 2 લાખ 85 હજાર 542 વ્યક્તિઓની ઉંમર 18 થી લઈને 44 વર્ષની છે. આ લોકોમાંથી હાલમાં ફક્ત 22.8 ટકા લોકોએ જ રસીકરણ નો પ્રથમ ડોઝ લીધેલો છે. એટલેકે 66, 340 યુવાનો નું રસીકરણ થયેલું છે. જ્યારે 2327 લોકોએ એટલેકે કુલ વસ્તી નાં 0.81 ટકા લોકોએ જ બીજો ડોઝ લીધેલો છે.

45 થી વધુ ઉંમર નાં લોકોની વાત કરીએ તો 1 લાખ 69 હજાર 284 ની વસ્તી માંથી 56.62 ટકા લોકો એટલેકે 95,861 વ્યકિતઓએ કોરોના વિરુદ્ધ રસીકરણ કરાવ્યું છે. જયારે 44,110 લોકોએ બીજો ડોઝ લીધો છે જે કુલ વસ્તી નાં 46 ટકા છે. ભાવનગર માં રોજિંદા 4000 સ્લોટ માંથી 40 ટકાથી પણ ઓછા વ્યક્તિઓ આવીને રસીકરણ કરાવી રહ્યા છે. તંત્ર દ્વારા પણ લોકોને અને સોસાયટી માં જઈને સમજાવટ નાં પ્રયત્નો થઈ રહ્યા છે. પણ હવે લોકો વિચારી રહ્યા છે કે કોરોના નથી રહ્યો અને આ બેદરકારી ત્રીજી લહેર નોતરી શકે છે.

ત્રીજી લહેરમાં બાળકોને બચાવવા માટે ઘરના લોકોએ તો રસીકરણ કરાવવું જ જોઈએ. ભાવનગર શહેર અને જિલ્લામાં આજે કોરોના પોઝિટિવના નવા ચાર દર્દી નોંધાયા હતા. જ્યારે 11 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. આજ સુધીમાં સમગ્ર જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ 21,380 કેસ સામે આજ સુધીમાં કુલ 20,950 દર્દીઓ કોરોનામુક્ત થયા હોય કોરોનામાંથી સાજા થવાનો ભાવનગર જિલ્લાનો રિકવરી રેઇટ 97.99 અેટલે કે 98 ટકા થઇ ગયો છે.

જિલ્લામાં રસીકરણ
18 થી 44 વર્ષ
પ્રથમ ડોઝ39, 976
દ્વિતીય ડોઝ4
45 થી વધુ વર્ષ
પ્રથમ ડોઝ2,29,714
દ્વિતીય ડોઝ74,709

​​​​​​​ભાવનગર શહેરમાં હાલ 58 દર્દીઓ કોરોનાની સારવાર લઇ હ્યાં છે જ્યારે તાલુકા-ગ્રામ્ય કક્ષાએ 79 દર્દીઓ મળીને કુલ 137 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે. આથી કોરોનાની સારવાર આપતી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 83.15 ટકા બેડ ખાલી થઇ ગયા છે.ભાવનગર શહેરમાં આજે બે પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં એક પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. જ્યારે એક પુરુષ દર્દી કોરોનામુક્ત થયો હતો. તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજે બે નવા કેસ મળ્યા હતા જેમાં એક પુરૂષ અને એક મહિલાનો સમાવેશ થાય છે.

સરકારી-ખાનગી હોસ્પિટલમાં બેડની સ્થિતિ

હોસ્પિટલકુલ બેડભરેલા બેડખાલી બેડટકાવારી
સરકારી9758988674.4 ટકા
ખાનગી141692132492.9 ટકા
કુલ2401181221083.15 ટકા

1 માસ પૂર્વે કોરોનાના 64 ટકા બેડ ભરેલા હતા તે અત્યારે 83 ટકા ખાલી છે.

​​​​​​​જ્યારે 10 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા જેમાં 6 પુરૂષ અને 4 મહિલાનો સમાવેશ થાય છે. ભાવનગર શહેરમાં આજ સુધીમાં કુલ 159 અને તાલુકા-ગ્રામ્ય કક્ષાએ આજ સુધીમાં 134 મળીને કુલ 293 દર્દીઓના સરકારી ચોપડે કોરોનાથી મોત થયા છે. આમ ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોનાનો બીજી લહેરનો કહેર સાવ કુણો પડી ગયો છે પણ રસીકરણ જો નહીં થાય તો ત્રીજી લહેરમાં શું થશે તે કહેવું અત્યારે મુશ્કેલ છે.

અન્ય સમાચારો પણ છે...