જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં મહુવાના 75 વર્ષના ફેમિલી પેન્શનર ચંદ્રિકાબેન ચંદુલાલ મહેતાને હાયરગ્રેડ એરિયર્સની રકમ ઉપર 10% લેખે સાદા વ્યાજની રકમ ચુકવવામાં આવી ન હોવાની ફરિયાદ તેણીએ સી.એમ. સુધી ઉચ્ચકક્ષાએ કરી 30 દિવસમાં પ્રશ્ન હલ થશે નહિ તો તેણી મહુવાના ટિપીઓની કચેરી સામે ઉપવાસ આંદોલન હાથ ધરશે તેવી જાણ કરતો પત્ર લકેલ છે.
ગુજરાત હાઈકોર્ટ ના સ્પે.સી.એ.નં તા.24/8/15 ના ઓર્ડર અન્વયે નિવૃત કર્મચારીઓના મંજુર ઉચ્ચતર પગાર ધોરણ સંદર્ભે આપવાના થતાં એરિયર્સ ઉપર 10% સાદુ વ્યાજની રકમ ચુકવણી કરવાના હુકમ અનુસાર તા.1/6/87 થી 31/7/94 દરમ્યાન નિવ્રુત થયેલ કર્મચારી ને મળવાપાત્ર હાયરગ્રેડ મંજુર કરી એરિયર્સની રકમ ચુકવવાની હતી અને આ એરિયર્સની રકમ ઉપર 10% લેખે સાદા વ્યાજની રકમ પણ ચુકવવાની હતી. આથી ચુકવવામાં આવેલ પેન્શન એરિયર્સ ની રકમ ઉપર 19 વર્ષ અને 11 માસનું 10% લેખે સાદુ વ્યાજ ચુકવવા માંગ હતી પરંતુ સદર રકમ આજે 6 વર્ષ પછી પણ ચુકવવામાં આવેલ નથી.
જે વહીવટી તંત્રની બેદરકારી અને કોર્ટના હુકમનો અનાદાર બાતાવે છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા નિવૃત કર્મચારીને અન્યાય થઈ રહ્યો હોવાની ફરિયાદ પણ વ્યાપક બની છે. રાજય સરકારના તા.1/1/20થી તા.30/6/21 દરમ્યાન નિવૃત થયેલ કર્મચારીઓને ગ્રેજયુઇટી અને રજાના રોકડમાં રૂપાંતર માટે મોંઘવારી ભથ્થા ચૂકવવા ગુજરાત સરકાર નાણા વિભાગ ઠરાવ ક્રમાંકઃ પશન/102022/સીએમ-99/પી તા.9/3/22થી હુકમ કરેલ છે.
જિલ્લા તિજોરી કચેરીએ ગ્રેજયુઇટીની રકમ ચૂકવી આપેલ છે જ્યારે જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરી દ્વારા શાળાઓને રજાના રોકડમાં રૂપાંતર માટે મોંઘવારી ભથ્થાની ચૂકવવા બિલ બનાવવા પણ આદેશ હજુ સુધી કરવામાં ન આવતા નિવૃત કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.