ઓરમાયુ વર્તન:નોંધપાત્ર કાર્ગો અને આર્થિક આવક હોવા છતા ભાવનગર પોર્ટને અન્યાય

ભાવનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અપુરતી સુવિધા વચ્ચે 10 વર્ષમાં 2.08 કરોડ મે.ટન કાર્ગો આવ્યો

ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) હસ્તકના ભાવનગર બંદર પર કાર્ગોની નોંધપાત્ર આવક અને તેના થકી સરકારી તંત્રને પણ થતી જબ્બર આર્થિક આવક છતા પોર્ટ પ્રત્યે ઓરમાયુ વર્તન દાખવવામાં આવી રહ્યું છે. નવા બંદર પર બેસિન અને ચેનલનું ડ્રેજીંગ યોગ્ય પ્રમાણમાં નહીં થતા ટ્રાફિક પ્રભાવિત થઇ રહ્યો છે. ઉપરાંત લોકગેટની જર્જરીત હાલત, ફાયર સેફ્ટીના સાધનો અને લાઇન કાર્યાન્વિત થાય તે પહેલા અસ્તિત્વ ગુમાવી ચૂકી છે. છતા જીએમબી દ્વારા ભાવનગર બંદર પ્રત્યે ઘોર બેદરકારી દાખવવામાં આવી રહી છે.

બારમાસી ગણાતા ભાવનગર બંદર પર મુખ્યત્વે કોલસાનો કાર્ગો આવે છે, અને રાજ્યમાં નવલખી, મગદલ્લા બાદ ભાવનગર પોર્ટનું મહત્વ છે. ભાવનગર એન્કરેજ પોઇન્ટ પર જહાજ ઉભુ રહે છે, અને ત્યાંથી નાના બાર્જ વડે ભાવનગર નવા બંદર જેટી સુધી કાર્ગો લાવવામાં આવે છે, પરંતુ ડ્રેજીંગ પુરતા પ્રમાણમાં થતુ નહીં હોવાથી ઓછા પાણી હોય ત્યારે બાર્જ બેસિનમાં નીચે બેસી જાય છે, લોકગેટ પણ જર્જરીત થઇ ગયો હોવાથી તેનો જે હેતુ છે તેના મુજબ કામ આપી શકતો નથી અને તેના કારણે પણ કાંપ ઢસડાઇને બેસિનમાં આવે છે.

ભાવનગર પોર્ટ પર કાર્ગો હેન્ડલિંગ

વર્ષકોલસોલાઈમ સ્ટોનપેટકોકમીઠુપીગ આયર્ન

પથ્થર કુલ

2011-125299033780870000907990
2012-1368741738364400001071061
2013-14100530659202800001597334
2014-151047158797093321480001876399
2015-1611801669303723149580002425496
2016-175397909976024773280002014720
2017-185177081190958392736132300002233702
2018-19100538115938662737055900001900003121952
2019-201255736118713827540120002471614
2020-2113972461011210052502413706
APRIL to JUNE - 21498692166230664922

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...