રજૂઆત:વીજભાર પ્રશ્ને ઔદ્યોગિક એકમોને વીજ કંપની દ્વારા કરાતો અન્યાય

ભાવનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉદ્યોગ એકમને બેવડો માર : ડિસ્ટ્રીક્ટ ચેમ્બર
  • વીજભાર વધારો થાય તો 60 દિવસની મુદ્દતમાં જરૂરી રકમ મેળવી રેગ્યુલર કરવાનો નિયમ

ભાવનગર શહેર અને જિલ્લામાં જે કંપની કે ઔદ્યોગિક એકમો જેઓને વીજ જોડાણો હોય અને તેમાં વીજ ભાર કકરતા વધારાનો વીજ ભાર જો માલૂમ પડે તો પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા બિનઅધિકૃત વીજ વપરાશ ગેરરીતિનું બિલ વસૂલાય છે જે ગેરકાયદે વસુલાય છે તેવો આક્ષેપ ભાવનગર ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ભાવનગરના પીજીવીસીએલના સુપ્રીન્ટેન્ટેન્ડ ઇજનેરને રજૂઆત કરાઇ છે.

આ રજૂઆતમાં વધુમાં જાણાવાયું છે કે જે તે વપરાશકર્તાને વીજ કંપનીની અન્યાયી રીતથી બેવડો માર પડે છે. ખરેખર તો પરિપત્રમાં જણાવાયા મુજબ પીજીવીસીએલ કંપનીએ તેમનો લોડ ચકાસીને 60 દિવસની મુદ્દતમાં વીજભારનો લોડ વધારો મંજૂર કરાવી લેવાનો હોય છે. અને જો આ પ્રક્રિયા 60 દિવસમાં કરવામાં ન આવે તો પણ કંપની તરફથી કાર્યવાહી કરી તેમનો લોડ વધારો ગ્રાહક પાસેથી જરૂરી ખર્ચની રકમ મેળવી રેગ્યુલર કરી આપવાનો હોય છે.

કોઇ પણ પ્રકારનું ગેરરીતિનું બિલ આપી શકાતું નથી. તેના બદલે બધા પાસેથી દંડનીય રકમ ગેરકાયદેસર મેળવે છે આ સરાસર અન્યાય છે. જે માટે ભાવનગર ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રજૂઆત કરાઇ છે અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...