તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેફામ:ઇન્જેકશન, દવાઓ સર્જીકલ વસ્તુઓ બજારમાંથી ગાયબ

ભાવનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સારવાર માટે દવા જરૂરી, દવા ભાવનગરના સ્ટોકમાં ગેરહાજર

કોરોનાથી પીડિત દર્દીઓ માટે સ્વજનો દવા, ઇન્જેકશન, સર્જીકલ વસ્તુઓનું એકત્રિકરણ કરવામાં જ હેરાન-પરેશાન થઇ જાય છે. ભાવનગરની રીટેલ કેમિસ્ટ બજારમાંથી કોરોનાની સારવાર માટે આવશ્યક ગણાતી દવાઓનો સ્ટોક હાજર નથી, અને ગાયબ છે, તેના કારણે દર્દીઓને સમયસર સારવાર પણ મળી રહી નથી.

કોરોનાની સારવાર માટે ઉપયોગમાં આવતા ટોસીલીઝૂમ્બ, આઇટોલિઝુમ્બ, રેમડેસિવિર, સોડિયમ એનોક્સિફર્મ જેવા ઉપયોગી ઇનજેકશનો ભાવનગરમાં ઉપલબ્ધ નથી. આ સમસ્યા લાંબા સમયથી ચાલી આવી છે. આ પૈકી એકાદનો સ્ટોક આવે તો પણ થોડા કલાકોમાં ખાલી થઇ જાય છે. તેવી જ રીતે સારવાર માટે ઉપયોગમાં લેવાઇ રહેલી ફેવિપિરાવિર ટેબલેટની પણ કેમિસ્ટ બજારમાં તિવ્ર અછત જોવા મળી રહી છે. આવી દવાઓનું વ્યવસ્થાપન કરવામાં દર્દીના સ્વજનો દોડાદોડી કરે રાખે છે અને સમયસર દર્દીઓની સારવાર સુધી આવી દવાઓ પહોંચાડી શકાતી નથી, જેના વિપરીત પરિણામો પણ આવે છે.

બીજી તરફ ઓક્સિજનની તંગી થોડા અંશે નિવારી શકાઇ છે તો તેની સામે ઓક્સિ ફ્લોમીટર, ઓક્સિ પ્લસ મીટર, ઓક્સિજન સિલિન્ડરની સ્પષ્ટ અછત વર્તાઇ રહી છે. જો કે ઓક્સિજનનો ખાલી બાટલો હોય તો રિફિલ કરાવવામાં ખાસ કોઇ તકલીફ પડી રહી નથી. ઓક્સિજન માટે અનેક બિન સરકારી સંગઠ્ઠનો, સંસ્થાઓ વિનામુલ્યે ઓક્સિજન રિફિલ કરાવી આપે છે.

ભાવનગરમાં 10 દિવસ સુધી તો રોગની તિવ્રતા એટલી હદે હતી કે, ખાનગી અને સરકારી દવાખાનામાં દર્દીઓને દાખલ કરવા માટેની જગ્યા પણ મળતી ન હતી. પરંતુ કોવિડની સામાન્ય સારવાર કરતા, ઓક્સિજન સહિતના અનેક સેન્ટરો ખુલવા લાગ્યા છે જેના કારણે દર્દીઓને સમયસર ઓક્સિજન મળી જાય છે, અને મોટાભાગના લોકોની તબીયત સુધારા તરફ આગળ ધપવા લાગે છે, છતા સિવિલ હજુ દર્દીઓથી છલકાયેલુ છે.

ભાવનગરમાં ઘરે સારવારનો ટ્રેન્ડ યથાવત્
કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર ઘરે આઇસોલેટેડ રૂમમાં દર્દીને રાખી અને કરવામાં આવી રહી છે. દ્વિતિય લ્હેરની શરૂઆતથી હોમ આઇસોલેશનમાં પણ અનેક પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, જેના આંકડા સરકારી યાદીઓમાં સમાવિષ્ઠ કરવામાં આવતા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો