ચકાસણી:બોગસ GST નંબરની ચકાસણીનો આરંભ. અધિકારીઓની ભૂમિકાની ચકાસણી : રહેઠાણના પુરાવા, આધારકાર્ડના ફોટા મેળ વિનાના

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

બોગસ દસ્તાવેજી પુરાવાના આધારે બોગસ પેઢીઓના જીએસટી રજીસ્ટ્રેશન કરાવી કરોડો રૂપિયાની કરચોરીના કૌભાંડમાં આર્થિક ગુન્હા નિવારણ શાખા, ક્રાઇમ બ્રાંચ સુરત હવે બોગસ દસ્તાવેજોના આધારે કોણે રજીસ્ટ્રેશન ફાળવ્યા છે?, અધિકારીઓની શું ભૂમિકા છે તેની ચકાસણી કરી રહ્યું છે.

ભાવનગરમાંથી બાંગ્લા ગ્રુપ પરની કાર્યવાહી દરમિયાન એકાઉન્ટ સંબંધિત કામગીરી સાથે સંકળાયેલા ફૈસલ ખોલીયા પાસેથી 6 લેપટોપ અને 6 મોબાઇલ મળી આવ્યા છે. રહેઠાણના બોગસ પુરાવા, આધાર કાર્ડના ફોટા, ભાડા કરારમાં ચેડા કરી અને કરચોરી કરી રહેલી પેઢીઓના જીએસટી રજીસ્ટ્રેશન ફાળવવામાં આવ્યા છે.

જીએસટી રજીસ્ટ્રેશન નંબરો ફાળવવા માટે દસ્તાવેજી પુરાવાઓની ચકાસણી કોણે કરી હતી?, પેઢીએ ધંધાના સ્થળ તરીકે દર્શાવેલ એડ્રેસની સ્થળ ચકાસણી કોણે કરી હતી? જેવી તમામ બાબતોની જીણવટભરી તપાસ હવે કરવામાં આવી રહી છે. જીએસટીના અધિકારીઓના મેળાપીપણા વિના બોગસ પેઢીઓના રજીસ્ટ્રેશન, કરચોરી, રોડ બિલની ગેરરીતિઓ શક્ય જ નહીં હોવાથી ક્રાઇમ બ્રાંચની તપાસ કરચોરો ઉપરાંત જીએસટીના અધિકારીઓ તરફ પણ ફંટાઇ રહી હોવાનું જાણવા મળેલ છે.

અન્ય સમાચારો પણ છે...