વિશેષ:મગજમાં જામેલા લોહીના ગઠ્ઠા કાઢવાની સારવારનો પ્રારંભ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાવનગરમાં તબીબી સુવિધા શરૂ થતા ર્દીઓ હવે જીંદગીભર લકવાગ્રસ્ત નહીં રહે
  • ન્યુરોલોજિસ્ટ અને ન્યુરોસર્જન દ્વારા સ્ટ્રોક યુનિટ બનાવાયું

અસાધ્ય ગણાતા લકવામાં મગજની એન્જીઓગ્રાફી કરીને મગજની લોહીની નળીમાં જામેલા ગઠ્ઠા કાઢી થતી અતિ અદ્યતન સારવારનો ભાવનગરમાં આરંભ થયો છે.મગજની લોહીની નળીમાં ગઠ્ઠો ભરાઈ જતા મગજમાં મળતા લોહીનો પ્રવાહ અટકી જાય છે અને આવા દર્દીઓને હાથ પગનો અથવા બોલવાનો લકવો પડે અથવા અમુક કિસ્સામાં શ્વાસનો વગેરેનો પણ લકવો પડે અને તેનાથી મૃત્યુ થવું અથવા જિંદગીભર અંગ કામ ન કરવું એવા આપણે અસંખ્ય દર્દીઓને જોઈ રહ્યા છીએ.

અત્યાર સુધીના મેડિકલ ઇતિહાસમાં હમણાં એક ઈન્જેક્શન આવેલ કે જે ૩ કલાકની અંદર લોહીની નળીમાં આપો તો અમુક ગઠ્ઠાને સરખા કરી શકતા હતા એ સિવાય લોહી પાતળું કરવાની દવાઓ આપવામાં આવતી અને મોટાભાગના દર્દીઓ જિંદગીભર લકવા ગ્રસ્ત રહેતા. હવે એક નવી સારવાર શરૂ થઈ છે જેમાં જ્યારે દર્દીને મગજની લોહીની નળીમાં ગઠ્ઠો ભરાઈ ગયો હોય ત્યારે હદયની એન્જિયોગ્રાફી થાય છે એ જ મશીન પર પગની લોહીની નળીમાંથી કેથેટર પસાર કરી છેક મગજની લોહી ની નળી સુધી લઇ જવામાં આવે છે. ત્યાં આગળ દવા નાખી જે લોહીની નળીમાં ગઠ્ઠા(clots/thrombus) થયા હોય તેને મિકેનિકલ thrombectomy નામની પ્રોસિજર થી ખેંચી લેવામાં આવે છે.

આથી મગજના લોહીનો પુરવઠો પૂર્વવત થતાં દર્દીને નવું જીવન મળે છે તથા લકવામાંથી મહદંશે છુટકારો મળે છે. દર ત્રણ દર્દીમાંથી બે દર્દીના આવી રીતે સારા કરી શકાય છે. અલબત્ત આ પ્રક્રિયા પહેલી છ કલાકમાં અથવા વધીને 24 કલાકની અંદર કરવી જરૂરી છે. અત્યાર સુધી મગજની એન્જિયોગ્રાફી, હૃદયની એન્જિયોગ્રાફી કોમન છે તે રીતે થતી ન હતી.

હવે નવા સાધનો ની મદદથી મગજ માં જઈને લોહીનો પુરવઠો પૂર્વવત કરી શકાય છે તથા હૃદયની જેમ તેમાં સ્ટેન્ટ અથવા સ્પ્રિંગ બેસાડી શકાય છે. જેથી ભવિષ્યમાં પડતા લકવા પણ નિવારી શકાય છે. આ સારવાર માટે ભાવનગરના તમામ ન્યુરોલોજિસ્ટ અને ન્યુરો સર્જન ભેગા થઈ અને સ્ટ્રોક યુનિટ બનાવેલ છે.

મેરુ નર્સિંગ હોમ( ડો.દિજેશ શાહની) હોસ્પિટલ વિદ્યાનગર, ભાવનગર માં કામ કરતા ન્યુરોસર્જન ડો. વિઠ્ઠલભાઈ રંગરાજન અને ન્યુરોલોજીસ્ટ ડો. આકાશભાઈ શ્રીધરાણી(શ્રી ન્યુરો ક્લિનિક) આ પ્રકારની સારવાર કરવાના અનુભવી હોવાથી આવી સારવાર કરે છે. દર્દીને મેરુ નર્સિંગ હોમ, ડો. દિજેશ ભાઈની હોસ્પિટલ ખાતે દાખલ કરી ભાવનગરમાં એન્જિયોગ્રાફીની સુવિધા ધરાવતી વિવિધ હોસ્પિટલમાંથી કોઈપણ એક હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી મશીન પર આ સારવાર આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...