“વર્લ્ડ હીઅરીંગ ડે”:ભાવનગરની સર ટી હોસ્પિટલ ખાતે 'ન્યુ બોર્ન સ્ક્રિનીંગ કેમ્પ'નો પ્રારંભ, માર્ચ મહિનામાં નવજાત શિશુનું હીઅરીંગ-સ્ક્રિનીંગ કરાશે

ભાવનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાવનગરની સર ટી. હોસ્પિટલ, કાન-નાક-ગળાના વિભાગ ખાતે 3જી માર્ચ “વર્લ્ડ હીઅરીંગ ડે”ની ઉજવણી નિમિતે ન્યુ બોર્ન સ્ક્રિનીંગ કેમ્પ રાખીને માર્ચ મહીના દરમિયાન કરવામાં આવી રહી છે. 0-6 વર્ષની ઉંમરના બાળકોમાં સાંભળવાની શક્તિ અને બોલવાની તાલીમ લેવા માટે જરૂરી હોય છે.

સંપૂર્ણ ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવે છે
કોક્લીઅર ઈમ્પ્લાન્ટ સર્જરી શાળા આરોગ્ય કાર્યક્ર્મ અંતર્ગત 0-6 વર્ષના બાળકોને સરકારની યોજનાં મુજબ અત્રેની સર તખ્તસિંહજી હોસ્પિટલ, ભાવનગર ખાતે તદન મફતમાં કરવામાં આવે છે. આ અંગે થનાર સંપૂર્ણ ખર્ચ સરકાર દ્વારા ભોગવવામાં આવે છે. જરૂરી નિદાન અને સારવાર વગર બહેરાશ ધરાવતા બાળકોમાં બોલવાની ક્ષમતા વિકસિત થઇ શકતી નથી અને કુદરતી રીતે બોલવાની ક્ષમતા ગુમાવી દે છે.

બાળકોમાં બોલવાની ક્ષમતા વિકસીત થઈ શકે
”વર્લ્ડ હીઅરીંગ ડે” નિમિત્તે માર્ચ મહિના દરમિયાન કાન-નાક-ગળાના વિભાગ, સર ટી. જનરલ હોસ્પિટલ, ભાવનગર ખાતે સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી નવજાત શિશુનું હીઅરીંગ સ્ક્રિનીંગ કરવામાં આવશે. આ માટે વહેલીતકે નિદાન અને સારવાર જન્મજાત શિશુમાં ઘણું જરૂરી છે જેથી બાળકોમાં બોલવાની ક્ષમતા વિકસીત થઈ શકે અને દિવ્યાંગતા અટકાવી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...