આંદોલન:સૂત્રોચ્ચાર સાથે જેટકોના કર્મચારી આંદોલનનો આરંભ

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે પણ 45 હજાર કર્મી.ઓ સૂત્રોચ્ચાર કરશે
  • તા.20-21 એપ્રિલે વર્ક ટુ રૂલ, તા.22થી માસ સીએલ સાથે આંદોલનને વધુ ઉગ્ર બનાવાશે

ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ જીઇબી એન્જીનીયર્સ એસોસિયેશન અને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા જેટકો મેનેજમેન્ટને લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઇને હડતાળની અંતિમ આંદોલનની નોટિસ પાઠવવામાં આવી હતી. પણ આજ સુધી કોઈપણ પ્રકારની હકારાત્મક કાર્યવાહી નહીં થતાં ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિને અંતિમ આંદોલનના પગલા લેવા ફરજ પડેલ છે.

અંતિમ આંદોલનના અનુસંધાને જેટકો મેનેજમેન્ટ દ્વારા આજે ફરીથી બેઠક યોજાઇ પરંતુ સંયુક્ત સંકલન સમિતિ દ્વારા લેખિતમાં બાહેંધરી મેનેજમેન્ટ પાસેથી માંગતા મેનેજમેન્ટ તરફથી આવી ખાતરી ન આપતા મિટીંગ પડી ભાંગી હતી. જે મુજબ, ગુજરાતની તમામ જેટકો જેટકો અને GUVNL તાબાની ઓફિસ ખાતે, સબસ્ટેશન મને પાવર સ્ટેશન ઓફિસના કલાકો પછી આજે અને આવી કાલ તા.19મીએ સૂત્રોચ્ચારો કરવામાં આવશે તથા તા 20 અને 21 એપ્રિલે વર્ક ટુ રૂલ અને તા.22 એપ્રિલથી તમામ મેમ્બર્સ દ્વારા માસ સીએલ (સામુહિક રજા )મૂકી અંતિમ આંદોલન એટલે લાઈટનિંગ સ્ટ્રાઇક સુધીના પગલાં લેવાની ચીમકી અપાઇ છે.

જેટકોના સપોર્ટમાં જી.યુ.વી.એન.એલ ની પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ, ugvcl, GSCEL અને GUVNLમા કામગીરી કરતાં સંયુક્ત સંકલન સમિતિના મેમ્બરોનો સપોર્ટ જોડવામાં આવેલ છે જેના અનુસંધાને લગભગ 45 હજાર જેટલા કર્મચારીઓ જેટકોના પેન્ડિંગ પ્રશ્નો બાબતે કોર્પોરેટ ઓફિસ ,સર્કલ ઓફિસ, ડિવિઝન ઓફિસ અને સબ ડિવિઝન ઓફિસ લેવલે ગુજરાત ભરમાં સૂત્રોચ્ચાર કરશે.

અન્ય સમાચારો પણ છે...