તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશેષ:ઈલેક્ટ્રિક વાહનો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી

ભાવનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓટોમોબાઇલ એક્સપર્ટ અને આઇ.પી.સી.એલ.નાં ચેરમેન  પિયુષભાઈ તંબોલી - Divya Bhaskar
ઓટોમોબાઇલ એક્સપર્ટ અને આઇ.પી.સી.એલ.નાં ચેરમેન પિયુષભાઈ તંબોલી
  • ચાર્જીંગ સ્ટેશન કે બેટરી બનાવનારને સબસિડી તથા ઇલેક્ટ્રિક વાહન બનાવતા સ્ટાર્ટઅપને ઇન્સેંટિવ

ભારત સરકાર દ્વારા હાલમાં ઇલેક્ટ્રિક વાહનોને લોન્ચ કરવા માટે ખૂબ તૈયારીઓ કરવામાં આવી રહી છે. હાલમાં ભારત નું ઇન્ફ્રાસ્ટ્રકચર જોતા ઇલેક્ટ્રિક વાહનોને લોન્ચ કરવામાં થોડો સમય લાગશે. હાલમાં ભારત સરકાર દ્વારા ઇલેક્ટ્રિક ટુ વ્હીલર, થ્રી વ્હીલર, લોકલ ટેક્સી, લોકલ બસ વગેરે નાં ઉપયોગ નું વિચારી રહી છે જેથી શહેરી પ્રદૂષણ માં ઘટાડો થશે. ઇલેક્ટ્રિક વાહનોને એક શહેરથી બીજા શહેર જવા માટે ઉપયોગ માં લેવામાં આવશે. 2025 સુધીમાં 50 લાખથી વધારે ટુ વ્હીલર , થ્રી વ્હીલર અને કેટલીક બસો સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવશે.

જો કે વાહન માં ઉપયોગ લેવાનાર બેટરી, બેટરી નું જીવન અને તેની કિંમત જેવા પડકારો સામે છે જ અને સરકાર તેના પર કામ પણ કરી રહી છે. ઇલેક્ટ્રિક વાહનો માર્કેટ માં આવે તે માટે સરકાર દ્વારા વાહનોના અલગ મોડેલ ખરીદવા માટે સ્કીમની જાહેરાતો કરવામાં આવી છે. સરકાર દ્વારા જે કંપનીઓ ચાર્જીંગ સ્ટેશન કે બેટરી બનાવતી હશે તેમને ઇન્સેંટિવ અને સબસિડી આપવાનો તથા એવા સ્ટાર્ટ અપ જે ઇલેક્ટ્રિક વાહનો બનાવતા હશે તેમને સ્પેશિયલ ઇન્સેંટિવ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટો મોબાઈલ મેન્યુફેકચરર અને ધી ઓટોમોટિવ કંપોનન્ટ મેન્યુફેકચરર એસો. ઓફ ઇન્ડિયા સાથે મળીને પોલિસી બનાવવમાં આવી રહી છે.

દરેક રાજ્યની સબસિડી અને ઇન્સેંટિવ માટેની અલગ પોલિસી હશે. આ ઇલેક્ટ્રિક વાહનોને લોન્ચ કરવાનો સૌથી મોટો ફાયદો ઓછું પ્રદૂષણ અને ઓછાં બળતણ ની વપરાશ ગણવામાં આવે છે. આ બંને મુદ્દાઓ અત્યારે ભારત માટે મુશ્કેલી બનીને ઊભા છે.જ્યાં સુધી આપણી પાસે ઇલેક્ટ્રિક વાહન ચલાવી શકાય તેવા રસ્તાઓ અને ઇન્ફ્રાસ્ટ્રકચર નહિ હોય ત્યાં સુધી હાઈબ્રિડ લોન્ચ કરવામાં આવશે. જે બનાવવામાં સમય તો જશે પરંતુ સાથે સાથે પ્રદૂષણ પણ ઘટશે.

તમામ ઓરીજનલ ઇકવીપમેન્ટ મેન્યુફેકચરર અલગ અલગ મોડેલ બનાવી રહ્યા છે. પરંતુ પૂરતા રોડ અને ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધા વિના તેમને લોન્ચ કરવામાં આવશે નહીં. આ તમામ ની વચ્ચે વાહન ની કિંમત, તેની એક્સેસરી ની અને બેટરીની કિંમત સૌથી વધુ જરૂરી ફેક્ટર છે. તમામ કંપનીઓ સરકારની મદદ વડે આર. એન્ડ ડી કરી રહી છે. વધારે પ્રદૂષણ અને વધારે બળતણની વપરાશ નાં લીધે પડતી મુશ્કેલીઓને હલ કરવા માટે સરકારનો આવકારજનક નિર્ણય છે.

અન્ય સમાચારો પણ છે...