ઈયળોનો ઉપદ્રવ:કોળિયાકના દરિયા કિનારે ખાસ પ્રકારની ઈયળોનો ઉપદ્રવ, શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું

ભાવનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાસ પ્રકારની ઈયળ કરડવાથી લોકોને શરીરે લાલ ચાંઠા પડી ગયા
  • લોકોને હોસ્પિટલ ખસેડાયા

દરિયાકાંઠાના પ્રસિદ્ધ ફરવાલાયક અને ધાર્મિક સ્થળ કોળિયાકના દરિયા કાંઠે છેલ્લા ઘણાં સમયથી ખાસ પ્રકારની ઈયળોનો ઉપદ્રવ વધી ગયો છે. જે લોકોને પણ નુકશાન પહોંચાડે છે ત્યારે સાંસદ શક્તિસિંહ ગોહિલે ઉપદ્રવ અટકાવવા મુખ્યમંત્રી કાર્યાલયનું ધ્યાન દોર્યું છે.

સમુદ્ર કાંઠાના પ્રસિદ્ધ કોળિયાકમાં દરિયા કાંઠે ખાસ પ્રકારની ઈયળોનો ઉપદ્રવ સામે આવ્યો છે. આ અંગે કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલે મુખ્યમંત્રી કાર્યાલયનું ધ્યાન દોર્યું છે. શક્તિસિંહે ગોહિલે જણાવ્યું છે કે, કોળિયાક સમુદ્ર કાંઠે જુદા જ પ્રકારની ઈયળ કરોડોની સંખ્યામાં ઉત્પન્ન થઈ છે. જે કરડવાથી માણસને આખા શરીરને લાલ ચાઠા પડી જાય છે, ખંજવાળ આવે છે અને કેટલાક કિસ્સાઓમાં હોસ્પિટલમાં પણ જવું પડે છે. કોળિયાક દરિયાકાંઠો ટુરિસ્ટ વિસ્તાર છે. દિવાળીની રજાઓમાં હજારો પ્રવાસીઓ ફરવા આવે છે.

આથી મુખ્યમંત્રી કાર્યાલય તરફથી આ અંગે ત્વરિત પગલાં લેવામાં આવે તેવી માંગણી કરી છે. શક્તિસિંહ ગોહિલે ઈયળોના ઉપદ્રવ બાબતે સરકારનું ધ્યાન દોરતા કોળીયાક ગ્રામ પંચાયતનું તંત્ર હરકતમાં આવ્યું છે. પરંતુ દરિયા કિનારાની બાવળની કાંટ ફોરેસ્ટ વિભાગમાં આવતી હોવાથી બે તંત્ર વચ્ચેની જવાબદારીની ખો ને કારણે ઈયળોનો ઉપદ્રવ વધતો જાય છે. ત્યારે જો તાત્કાલિક ઉપર આવો અટકાવવાની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં લોકો માટે ભારે મુશ્કેલી ઊભી કરશે.

અન્ય સમાચારો પણ છે...