તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:જૂના બંદરના ઉદ્યોગ પાણી, લાઈટની સુવિધા વિહોણા

ભાવનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ભાવનગર ડીસ્ટ્રીકટ ચેમ્બર દ્વારા સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા કમિશનર સમક્ષ માંગ

ભાવનગર સ્થિત જૂના બંદર વેપાર ઉદ્યોગ નું હબ છે. અત્યારે જૂના બંદર ખાતે 10 હજાર જેટલા કારીગરો કામ કરી રહ્યા છે. ભાવનગર નાં વ્યાપાર ઉદ્યોગ માટે હૃદય સમાં જૂના બંદર ખાતે પાણી, લાઈટ અને ડ્રેનેજ ની સુવિધા ન હોવાથી ખૂબ મુશ્કેલી પડી રહી છે. આ અંગે ભાવનગર ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કમિશનર ને રજૂઆત કરવામાં આવી છે. આ મુશ્કેલીને તાત્કાલિક ધ્યાન આપીને સુવિધા ઉપલબ્ધ કરાવવા પણ માંગ કરવામાં આવી છે.

જૂના બંદર ખાતેના વેપારીઓ અને કારીગરો વર્ષોથી પાણી, લાઈટ, ડ્રેનેજ ની સુવિધા ન હોવાથી નિયમિત ટેકસ ભરપાઈ કરી રહ્યા છે. છતાં તેમને સુવિધાઓથી વંચિત કેમ રાખવામાં આવી રહ્યા છે. અહીં પ્લાસ્ટિકની ફેકટરીમાં સારા એવા પ્રમાણમાં આવેલી છે. જેમાં શિફ્ટ વારંવાર બદલાતી રહે છે અને 24 કલાક સુધી કામ ચાલતું હોય છે. માટે રાત્રીના સમયમાં લાઈટ ન હોવાથી અનિચ્છનીય ઘટનાઓ બનવા સુધીની રાહ જોઈ શકાય નહિ. ઉપરાંત અંધારાના લીધે આ વિસ્તાર આવરા તત્વોનો અડ્ડો બની ગયો છે. જૂના બંદર વિસ્તાર ની ફેકટરીને પ્રાથમિક સુવિધાઓ મળે તેવી રજૂઆત થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો